કોંગ્રેસની ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે ધમધમાટ,નક્કી કર્યા આ માપદંડ

Mar 27, 2017 02:07 PM IST | Updated on: Mar 27, 2017 05:28 PM IST

અમદાવાદઃગુજરાત વિધાનસભા ચૂંટણી આ વર્ષે જોયાવાની છે તેમાં વહેલી ચૂંટણીના સંકોતો સામે આવી રહ્યા છે ત્યારે કોગ્રેસ બંને પક્ષો દ્વારા ઉમેદવારની પસંદગી માટે કવાયત શરૂ કરી દેવાઇ છે. જેના પગલે આજથી 30 માર્ચ સુધી ટિકિટ ઈચ્છુકોને સાંભળવામાં આવશે. દરેક જિલ્લામાં નિરીક્ષકો સહિતની ટીમ ટીકિટના દાવેદારો સાથે ચર્ચા વિચારણા કરી પેનલોની યાદી તૈયાર કરશે.

જે 1 એપ્રિલ સુધીમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ સમક્ષ સુપરત કરશે, મહત્વપૂર્ણ છે કે આ વખતે 182 બેઠક માટે કોંગ્રેસમાંથી 1500 થી વધુ લોકોએ ટિકીટ માટે દાવેદારી નોંધાવી છે.તેથી જ કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની સ્કુટી કરવા માટે આ વખતે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે.

જેમાં 20 હજારથી વધુ મતોથી હારેલ, બે ચૂંટણી હારેલને ટિકીટ નહી અપાય, તેમજ બુથ યાદીમાં પણ ગોટાળા હશે તો દાવેદારની ટિકીટ અપાશે નહીં, દાવેદારને મત વિસ્તાર બદલવાની છૂટ પણ આપપવામાં આવી નથી. ખાસ કરીને યુવા અને મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. જેમાં એક જિલ્લા દીઠ એક મહિલાની બેઠક અનામત રખાશે. આમ નિરીક્ષકો અને આગેવાનો બેઠક દિઠ એક પેનલની યાદી તૈયાર કરી સ્કિનીંગ કમિટી સમક્ષ રજૂ કરશે અને ત્યાર બાદ પેનલને આખરી ઓપ આપવા માટે દિલ્હી હાઇ કમાન્ડ સમક્ષ મોકલી અપાશે.

આજે વટવા, નરોડા, ઘાટલોડિયા અને વેજલપુર બેઠકના ઉમેદવારોને સાભળવામાં આવશે. આ ઉપરાંત વર્તમાન ધારાસભ્ય માટે પણ પાર્ટી દ્વારા માપદંડ નક્કી કરાયા છે. જેમાં તેના પાંચ વર્ષના કાર્યનું મુલ્યાંકન કરાશે. જો પાર્ટી વિરૂદ્ધ કાર્ય કર્યુ હશે. તો ટીકીટ કપાવાના પુરા ચાસ રહેશે.

ઉમેદવારીની પસંદગી પ્રક્રિયા માટે ધમધમાટ

182 વિધાનસભા બેઠક દિઠ તૈયાર કરાશે મૂરતિયાઓ

1 પહેલી એપ્રિલ સુધી પેનલની યાદી પ્રદેશને સોંપાશે

ઉમેદવારની પસંદગી માટે કોંગ્રેસને નક્કિ કર્યા માપદંડ

બે વખત હારેલા, 20 હજાર મતોથી હારેલાને ટિકીટ નહીં

જિલ્લા દીઠ એક મહિલાને અપાશે પ્રાધાન્ય

યુવાઓ અને નવા ચહેરાની કરાશે પ્રથમ પસંદગી

વર્તમાન ધારાસભ્યને મુલ્યાંકનને આધારે ટિકીટ

નિરિક્ષકો અને આગેવાનો તૈયાર કરશે ઉમેદવારોની પેનલ

નિરિક્ષકો સાંભળશે ટિકીટ ઇચ્છુકોને

ચૂંટણીને લઈ કોંગ્રેસની કવાયતવડોદરા કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ કરી શરૂ

દાંડીયા બજાર સ્થિત કોંગ્રેસ કાર્યલય પર બેઠક

ઉમેદવારી નોંધાવવા મોટી સંખ્યામાં દાવેદારો ઉમટ્યા

આજે રાવપુરા, અકોટા વિધાનસભા બેઠકો પર નોંધાવી શકાશે દાવેદારી

વડોદરા શહેરમાં વિધાનસભાની છે કુલ 5 બેઠકો

ફાઇલ તસવીર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર