કોંગ્રેસના નેતા રાઉલ બાદ શક્તિસિંહ ગોહિલને પણ ધમકી મળ્યાનો દાવો

Mar 07, 2017 12:09 PM IST | Updated on: Mar 07, 2017 02:58 PM IST

ગાંધીનગર #કોંગ્રેસના નેતાઓને ધમકી મળવાનો દોર લાંબો થતો જઇ રહ્યો છે. ગઇ કાલે કોંગ્રેસના ધારાસભ્ય સી કે રાઉલને ધમકી મળ્યા બાદ આજે વધુ એક નેતાને ધમકી મળ્યાનો દાવો થઇ રહ્યો છે. કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલને ધમકી મળ્યાની વાત સામે આવી રહી છે.

વિપક્ષ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ આ અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, ધારાસભ્ય સી કે રાઉલને ધમકી મળ્યા બાદ હવે આજે શક્તિસિંહ ગોહિલને ધમકી મળ્યાનો મામલો સામે આવ્યો છે.

શક્તિસિંહ ગોહિલને ધમકી ભર્યો પત્ર મળ્યો છે. રવિ પૂજારીના નામે સી કે રાઉલને 10 કરોડ કરોડની ખંડણી માંગતો મેસેજ કરાયો હતો. આ મામલે શંકરસિંહ વાઘેલાએ પીએમ મોદી સામે વાકપ્રહાર કર્યા છે. એમણે કહ્યું કે, એક તરફ પીએમ ગુજરાતની શાંતિ અને સલામતીની વાતો કરી રહ્યા છે ત્યારે રાજ્યના વિપક્ષના નેતાઓની સલામતી સામે સવાલો ઉભા થયા છે.

સી કે રાઉલે આ અંગે કહ્યું કે, મારી પર ફોન આવ્યો હતો પરંતુ અજાણ્યો નંબર હોઇ મે ધ્યાને લીધો ન હતો પરંતુ મેસેજમાં આવી માંગણી કરાતાં પોલીસ ફરિયાદ કરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર