ગુજરાત બજેટ 2017 LIVE: ખેડૂતોને 1 ટકાના વ્યાજે પાક લોન મળશે, વિદ્યાર્થીઓને ટેબલેટ અપાશે

Feb 21, 2017 01:16 PM IST | Updated on: Feb 21, 2017 04:04 PM IST

ગાંધીનગર #રૂપાણી સરકારનું પ્રથમ બજેટ રજુ કરતાં ડેપ્યૂટી સીએમ નિતિન પટેલે વર્ષ 2017-18નું અંદાજ પત્ર રજુ કરતાં કહ્યું કે, દરેક નાગરિકો માટેનું આ બજેટ છે. નોટબંધી બાદ પણ ગુજરાત સરકારની આવકમાં વધારો થયો છે. વધુમાં તેમણે કહ્યું કે, આ વર્ષે 1.72 લાખ કરોડનું બજેટ તૈયાર કરાયું છે જે ગત વર્ષની સરખામણીએ 20327 કરોડ વધુ છે.

બજેટ રજુ કરતાં ડેપ્યૂટી સીએમ નિતિન પટેલે કહ્યું કે,  મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની ભેટ સમાન વિવિધ યોજનાઓમાં નાગરિકો લાભ થયો છે. રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. વિવિધ સંસ્થાઓ સાથે ચર્ચાવિચારણા બાદ સંતુલિત વિકાસ થાય એ માટે પ્રયાસ કર્યો છે.

પારદર્શક અને કુશળ વહીવટ દ્વારા શાસન ચલાવવાનો પ્રયાસ છે. હ્યુમન ઇન્ડેક્ષના મુખ્ય આધાર સાક્ષરતા, નાગરિકોની વ્યવસ્થાઓ, નાગરિકોનું માળખા દીઠ ઉત્પાદન, વીજળી, પીવાનું પાણી સહિતની માળખાગત સુવિધાઓ આગળ વધારતાં બજેટ રજુ કરૂ છું.

#આગામી જુલાઇથી જીએસટી બનશે અમલી

#એપ્રિલથી નવા વાહનો માટે ઉચ્ચક આજીવન વેરો લેવાશે

#જીએસટીને પગલે આ વર્ષે વેરાનો કોઇ વધારો ઘટાડો કરાયો નથી

#અંબાજી, દ્વારકા અને સોમનાથમાં હેલિકોપ્ટર સેવા માટે 9 કરોડ

#નર્મદા પરિક્રમા માટે 8 કરોડની જોગવાઇ

#પંચાયત અને ગ્રામ વિકાસ માટે 6700 કરોડ

#250 ગામોને વૃંદાવન ગામમાં પરિવર્તિત કરાશે

#1.30 લાખ ઘરોમાં પીએનજી ગેસ જોડાણ અપાશે

#મોઢેરા ગામ સૌર ઉર્જાથી ઝળહળતું થશે

#આ વર્ષે સવા લાખ કૃષિ વીજ જોડાણ અપાશે

#સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં 597 કરોડની ફાળવણી

#સરકારે સિનિયર સિટીજન્સને આપ્યો લાભ, મુસાફરી ભાડામાં રાહત

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર