ફી નિયંત્રણ બિલનો ચાલુ સત્રથી જ અમલ કરાશે, કોઇ બાંધછોડ નહીં કરાય : શિક્ષણમંત્રીનો સ્પષ્ટ મત

Apr 07, 2017 05:55 PM IST | Updated on: Apr 07, 2017 05:57 PM IST

ગાંધીનગર #ગુજરાત સરકાર દ્વારા સ્કૂલ સંચાલકોને સીધો જવાબ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ ફી અંગે બનાવાયેલ નવા કાયદાનો અમલ ચાલુ સત્રથી જ કરવામાં આવશે. શિક્ષણ મંત્રીએ આ મામલે આજે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ફી નિયંત્રણ બિલ ચાલુ સત્રતી જ અમલ કરાશે અને એમાં કોઇ બાંધછોડ કરવામાં નહીં આવે.

રાજ્યમાં ખાનગી સ્કૂલો દ્વારા ફી મામલે મનમાની કરવામાં આવતી હોવાની રાવને લઇને સરકાર દ્વારા આ મામલે નવો કાયદો બનાવાયો છે. સરકાર દ્વારા તાજેતરમાં વિધાનસભામાં આ મામલે ફી નિયંત્રણ બિલ પસાર કરવામાં આવ્યું છે. જેમાં સ્કૂલ સંચાલકોની મનમાની પર રોક લગાવવામાં આવી છે.

ફી નિયંત્રણના બિલમાં સરકાર દ્વારા સ્કૂલ ફીના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ આ નિર્ણયથી નારાજ સ્કૂલ સંચાલકો દ્વારા આ બિલનો ચાલુ સત્રથી અમલ કરવાનો હૂંકાર કરવામાં આવ્યો હતો. જોકે સરકાર પણ આ મામલે મક્કમ છે.

રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આજે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા વાલીઓ, વિદ્યાર્થીઓની ચિંતા કરી છે અને આ અંગે વિધાનસભામાં ફી નિયંત્રણ બિલ મંજૂર કર્યું છે. જેનો અમલ ચાલુ સત્રથી જ કરવામાં આવશે. એમાં કોઇ બાંધછોડ કરવામાં નહીં આવે.

#ચાલુ સત્રથી જ ફી નિયંત્રણ બિલનો અમલ કરવામાં આવશે

#સ્કૂલ સંચાલકો દ્વારા વધુમાં વધુ ત્રણ મહિનાની જ ફી એક સામટી ઉઘરાવી શકાશે.

#વધુ ફી લેનારા સ્કૂલ સંચાલકોને કમિટી સમક્ષ હાજર થવું પડશે

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર