રાજકોટમાં નકલી નોટના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ, પોલીસે 3.92 કરોડની નોટ કબ્જે લીધી

Mar 03, 2017 06:15 PM IST | Updated on: Mar 04, 2017 08:54 AM IST

રાજકોટ #રાજકોટ પોલીસે 3.92 કરોડથી વધુની રકમની નકલી નોટ જપ્ત કરતાં ચકચાર મચી જવા પામી છે. પુનિતનગરમાં રેડ કરી પોલીસે કરોડોની નકલી નોટ જપ્ત કરી છે. ભંગારના વેપારી સાથેની છેતરપિંડીના કેસની તપાસમાં આ ખુલાસો સામે આવ્યો છે.

રાજકોટના ભંગારના વેપારી સાથે લાખોની છેતરપિંડીના કિસ્સામાં પોલીસે તપાસ કરતાં કેતન દવે પાસેથી 57.16 લાખની ચલણી નોટો કબ્જે લીધી હતી. જેમાંથી 50 લાખની નોટ નકલી હોવાનો ખુલાસો થયો હતો.

રાજકોટમાં નકલી નોટના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ, પોલીસે 3.92 કરોડની નોટ કબ્જે લીધી

રાજકોટ ના ગોંડલ રોડ પર આવેલ નક્ષત્ર કોમ્પલેક્ષમા દેવર્ષિ ફાઇનાન્સ તરીકે ઓફીસ ચલાવતા કેતન દવે અને શૈલેષ બાંભણીયા દ્રારા RTGS મારફત નાણા ટ્રાન્સફર કરાવી બદલામા વેપારી ને રૂપિયા 2000 ની ડુપ્લીકેટ નોટ આપી છેતરપિંડી આચરવામાં આવિ હતી.

આટલી મોટી માત્રામાં ડુપ્લીકેટ નોટ પકડાવવાથી પોલીસે તપાસ હાથ ધરી હતી.. પોલીસ તપાસ દરમિયાન આરોપી કેતન દવે દ્રારા અગાઉ પણ 1 કરોડ જેટલી રકમ ની ડુપ્લીકેટ નોટ સળગાવવા મા આવિ હોવાનું પણ સામે આવ્યુ હતુ ત્યાર બાદ આજ રોજ પોલીસ ને બાતમી મળી હતી કે પુનિતનગર વિસ્તાર મા એક સ્કોડા કાર પડેલ છે જેની અંદર રૂપિયા 2000 ની નોટો મળી આવી હતી.

પોલીસે FSL ટીમને  સાથે રાખી આ તમામ નોટ સાચી છે કે ખોટી  તે દિશા તરફ વધું તપાસ હાથ ધરી હતી. ગઇકાલે સાંજના સમયે પુનિતનગર વિસ્તાર મા રહેલ સ્કોડા કારમાથી 2000 ના દરની કુલ 3 કરોડ 92 લાખ 82 હજારની કિંમતની ચલણી નોટ મળી આવી હતી જે માથી 40 હજાર ની કિંમત ની નોટ સાચી હોવાનું અને બાકીની નોટ ડુપ્લીકેટ હોવાનું સામે આવ્યુ હતુ.. હાલ પોલીસે નોટ કબ્જે લઈ વધું તપાસ હાથ ધરી છે.

 

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર