બોર્ડની પરીક્ષામાં પ્રારંભે જ વિવાદ: પેપર ફરતું થતાં ખળભળાટ, વિદ્યાર્થી-વાલીઓને ગેરમાર્ગે ન દોરાવા અપીલ

Mar 15, 2017 12:57 PM IST | Updated on: Mar 15, 2017 03:35 PM IST

ગાંધીનગર #રાજ્યમાં આજથી ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. પરંતુ પહેલા દિવસે જ જાણે કે બોર્ડનું કથિત ભોપાળું સામે આવ્યું હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. બપોરે ત્રણ વાગે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું નામાના મૂળ તત્વો વિષયની પરીક્ષા લેવાની છે. પરંતુ આ પરીક્ષાનું કથિત પેપર સોશિયલ મીડિયામાં ફરતું થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે બોર્ડે આ હાલ પુરતાં આ વાતને નકારી છે અને પરીક્ષા બાદ જ આ પેપરની ખરાઇ થઇ શકે એમ હોવાનું જણાવ્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં સવારે પ્રથમ સેશનમાં ધોરણ-10ની પરીક્ષા ચાલી રહી છે તો બપોરે બીજા સેશનમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહનું નામાના મૂળ તત્વો વિષયની પરીક્ષા લેવાનાર છે.

જોકે બપોરે લેવાનાર પરીક્ષાનુું કથિત પેપર સોશિયલ મીડિયામાં ફરતું થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વાલીઓ વિદ્યાર્થીઓ આ ઘટનાને લઇને શું કરવું એવી દ્વિધામાં મુકાયા છે તો બીજી તરફ બહાર આવેલા પેપર લીકના આ મામલે શિક્ષણ વિભાગ પણ દોડતો થયો છે.

વિદ્યાર્થીઓ-વાલીઓએ દોરવાવું નહીં

ગુજરાતી ન્યૂઝ18 દ્વારા વિદ્યાર્થીઓ વાલીઓને અપીલ કરવામાં આવે છે કે, વિદ્યાર્થીઓનું અહિત ના થાય એ હેતુસર સોશિયલ મીડિયામાં ફરી રહેલા પેપરને અહીં રજુ કરવામાં આવ્યું છે અને આ અંગેનો અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા હજુ સુધી આ પેપરને લઇને ખરાઇ કરવામાં આવી નથી એટલે વિદ્યાર્થીઓએ આ બાબતે ધ્યાન ન આપવું જોઇએ અને શાંત ચિત્ત પરીક્ષા આપવા અમારી અપીલ છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર