આતંકીઓના નિશાને ગુજરાત છે ત્યારે એટીએસમાં 50 સ્ટાફ પુરતો નથીઃશક્તિસિંહ ગોહિલ

Mar 16, 2017 09:00 PM IST | Updated on: Mar 16, 2017 09:00 PM IST

ગાંધીનગરઃકોગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે ફરી એક વખત સરકાર પર પ્રહાર કરતા જણાવ્ય હતુ કે, ગુજરાતમાં અવારનવાર આંતવાદીઓ ઝડપામાં આવી રહ્યા છે. ત્યારે આંતકવાદીઓની ગતિવિધી પર નજર રાખવા માટે એટીએસ ટીમ બનાવવામાં આવી છે. પરતુ આ એટીએસની ઓફિસમાં 50 થી વધુ મહત્વની જગ્યાઓ ખાલી છે.ગુજરાત પાકિસ્તાનની સીમા સાથે સંકળાયેલ છે.

આતકવાદીને સામે લડવાની ટ્રેનિગ પણ આ ટીમને આપવામાં આવતી નથી. તદ ઉપરાત એટીએસ પાસે પુરતા પ્રમાણમાં પિસ્તોલ ,પરતુ 26 ટકા પણ દારુ ગોળો નથી. તથા સમગ્ર રાજયમાં કાયદો એને વ્યવસ્થા જાળવા રાખવા માટે વાયરલેસ સીસ્ટમ ખૂબ ઉપયોગી નીવડે છે. પરતુ આ વાયરલેસ પર કામ કરવા માટે પણ સરકાર પાસે સ્ટાફ નથી. અને કચ્છ તથા બનાસકાઠા બન્ને જીલ્લાઓ બોર્ડર સાથે સંકળાયેલા છે. તેમ છતાય આ જીલ્લાઓની પોલીસ પાસે  બોર્ડર પર રાઉન્ડ કે તપાસ માટે પુરતા પ્રમાણમાં સાધનો નથી. જેની ગંભીર નોધ આ અહેવાલે લીધી છે.

આતંકીઓના નિશાને ગુજરાત છે ત્યારે એટીએસમાં 50 સ્ટાફ પુરતો નથીઃશક્તિસિંહ ગોહિલ

તથા આ એહવાલમાં સમિતિના સભ્યોએ આ બેદકારી સામે જે પણ શખ્સો જવાબદાર છે. તેની વિરુધ્ધ સખત પગલા ભરવામાં આવે તેને ધ્યાન પણ વિદ્યાનસભા ગૃહમાં દોર્યુ છે.

ફાઇલ તસવીર

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર