પીએમ મોદીના ગુજરાતમાં ચૂંટણી જંગમાં પડકાર આપશે આમ આદમી પાર્ટી

Feb 24, 2017 08:52 AM IST | Updated on: Feb 24, 2017 08:52 AM IST

નવી દિલ્હી #ગુજરાતની પ્રજા પરિવર્તન ઇચ્છી રહી છે, જેને પગલે આમ આદમી પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગઢમાં ગાબડું પાડવા મેદાનમાં આવી છે. આ વર્ષના અંતમાં ગુજરાતમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઝંપલાવવા નિર્ણય લીધો છે.

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પગ પેસારો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પાર્ટીની રાજકીય બાબતોની સમિતિ (પીએસી)એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસે મળેલી બેઠકમાં આ નિર્ણય લીધો છે.

પીએમ મોદીના ગુજરાતમાં ચૂંટણી જંગમાં પડકાર આપશે આમ આદમી પાર્ટી

કેજરીવાલ બેંગલુરૂમાં પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્રથી સારવાર કરાવી પરત ફર્યા છે, કેજરીવાલે 26 ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં એક સભાનું પણ આયોજન કર્યું છે. આ સાથે આ વર્ષના અંતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પીએમના ગઢમાં ભાજપને પડકાર ફેંકવા માટે સજજ થઇ છે.

દિલ્હીના પર્યટન મંત્રી કપિલ મિશ્રાએ કેટલાક મહિનાઓ પહેલા ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી અહીં ચૂંટણી લડશે, તેમણે કહ્યું હતું કે, ગુજરાતની જનતા પરિવર્તન ઇચ્છે છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર