ચૂંટણી 2017: પંજાબની જેમ ગુજરાતમાં પણ છુટ આપવા માંગ, શંકરસિંહ બાપુ પહોંચ્યા દિલ્હી

Mar 17, 2017 03:43 PM IST | Updated on: Mar 17, 2017 03:43 PM IST

ગાંધીનગર #ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના સિનિયર નેતાઓ મેદાનમાં આવ્યા છે. પંજાબની જેમ ગુજરાતમાં પણ છુટ આપવામાં આવે એવી માંગ પ્રબળ બની છે. સિનિયર નેતા શંકરસિંહ વાઘેલા સહિત નેતા દિલ્હી પહોંચ્યા છે અને પોતાની વાત રજુ કરશે.

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં પ્રચંડ બહુમતીથી જીત્યા બાદ ભાજપનો ઉત્સાહ સાતમા આસમાને છે. આ સંજોગોમાં ગુજરાતમાં ગમે તે ઘડીએ ચૂંટણીના ઢોલ ઢબૂકી શકે એમ છે.  ગુજરાતમાં કોંગ્રેસનો સીધો જંગ ભાજપ સામે છે. ભાજપને માત આપવા માટે કોંગ્રેસ નેતાઓમાં છૂટ આપવા માંગ ઉઠી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેજીક વચ્ચે પંજાબમાં કોંગ્રેસે કાઠુ કાઢ્યું છે, જે જોતાં ગુજરાતમાં પણ પંજાબની જેમ રાજ્યના નેતાઓને એમની ઇચ્છા મુજબ ચૂંટણી લડવા દેવામાં આવે એવી માંગ પ્રબળ બની છે. આ માટે વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા સહિત સિનિયર નેતાઓ દિલ્હી આવી પહોચ્યા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર