શિક્ષકના બચાવમાં આવ્યા પિતા,આચાર્ય પર લગાવ્યો આરોપ

Feb 04, 2017 07:31 PM IST | Updated on: Feb 04, 2017 07:31 PM IST

અમરેલીઃશિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ક્લાસરૂમમાં અભદ્ર ગાળો બોલી શિક્ષકે ધોરણ 12 સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓને ઢોર માર મારતાં મામલો ઉગ્ર બન્યો છે, શરૂઆતમાં આ ઘટનાને દબાવી દેવા પ્રયાસ કરાયો હતો જોકે ન્યૂઝ18 ઇટીવી દ્વારા આ ઘટનાને ઉજાગર કરાતાં શિક્ષકને સસ્પેન્ડ કરાયો છે અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

શિક્ષકના બચાવમાં આવ્યા પિતા,આચાર્ય પર લગાવ્યો આરોપ

શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દેનાર આ ઘટના અમેરિલા જિલ્લાના લાઠીની છે. શ્રી આર આર ધોળકીયા ટ્રસ્ટ સંચાલિત શ્રી કલાપી વિનય મંદિર હાઇસ્કૂલ, લાઠીમાં બાયોલોજી વિષ ભણાવતા શિક્ષક રાજેશ ચાવડાએ શિક્ષણને ન છાજે એવું કારસ્તાન કર્યું છે.

chavda1

અમરેલી જીલ્લાના લાઠીમાં આવેલ એક ગ્રાન્ટેડ સ્કુલના શીક્ષક દ્વારા વિદ્યાર્થીઓ ને માર મારવાનો વિડીઓ વાઈરલ થતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે આ બાબતે શિક્ષકના પિતા કરશનભાઇ ચાવડાએ સ્કુલના આચર્ય તેમજ વિદ્યાર્થીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે તેમણે જણાવ્યું હતું કે મારો દીકરો રાજેશ ગત ૧૭ ડીસેમ્બર ૧૬ ના રોજ લાઠી ખાતે આવેલ કલાપી વિનય મંદિરમાં શીક્ષક તરીકે નોકરી જોઈન્ટ કરી હતી અને ૨૩ જાન્યુઆરી ના રોજનો આ વિડીઓ વાઈરલ થયેલ છે.

chavda

મારા દીકરા એ માત્ર ૨૩ દિવસ નોકરી કરી છે.  મારા દીકરાને વિદ્યાર્થીઓ ખુબજ હેરાન કરતા અને ગાળો પણ આપતા અને તેની પાછળ તેના આચર્ય રામાણીનો હાથ છે તેવે આક્ષેપો કર્યા હતા. અને જ્ઞાતિનો ખાર રાખી મારા દીકરાને ખુબ પરેશાન કરતા તેથી મારા દીકરાએ શીક્ષા આપી હશે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર