શિયાળે અસહ્ય ઉનાળો, ગરમીએ છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો

Jan 25, 2017 09:10 AM IST | Updated on: Jan 25, 2017 09:10 AM IST

અમદાવાદ #મંગળવારે રાજ્યમાં ગરમીએ છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. શિયાળામાં અસહ્ય ઉનાળો અનુભવાઇ રહ્યો છે. શહેરમાં બપોરે ગરમીનો પારો 35 ડિગ્રી સે. પહોચ્યો હતો જે જાન્યુઆરી માસમાં છેલ્લા 10 વર્ષનું સૌથી વધુ છે.

શહેર સહિત રાજ્યમાં છેલ્લા બે દિવસથી સરેરાશ તાપમાન 30 ડિગ્રી સે આસપાસ પહોંચ્યું છે. શહેરમાં તો બપોરે ઉનાળો દેખાઇ રહ્યો છે. મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રી સે. પહોંચ્યો છે. જે જાન્યુઆરી માસના સરેરાસ તાપમાન કરતાં અંદાજે 6 ડિગ્રી જેટલો વધારે છે.

શિયાળે અસહ્ય ઉનાળો, ગરમીએ છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો

અમદાવાદ કરતાં સુરતમાં ગરમી વધુ દેખાઇ છે. સુરતમાં મંગળવારે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સે. નોંધાયું હતું જે રાજ્યનું સૌથી વધુ છે. અહીં નોંધનિય છે કે, રાતે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થઇ રહ્યા છે જ્યારે બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. બેવડી ઋતુને પગલે તાવ શરદી ઉઘરસ સહિતના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

દાયકાની જાન્યઆરીની ગરમી

2016 30મીએ 34 ડિગ્રી સે.

2015 13મીએ 29.9 ડિગ્રી સે.

2014 30 અને 31મીએ 30.7 ડિગ્રી સે.

2013 13મીએ 31.5 ડિગ્રી સે

2012 16મીએ 30 ડિગ્રી સે.

2011 23મીએ 31.5 ડિગ્રી સે.

2010 31મીએ 32.2 ડિગ્રી સે

2009 17મીએ 32.2 ડિગ્રી સે

2008 8મીએ 32.2 ડિગ્રી સે.

2007 30મીએ 32.7 ડિગ્રી સે.

 

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર