હાથીજણ બર્ડ ફ્લૂ: 14 લોકો શંકાસ્પદ જણાતાં આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા

Jan 05, 2017 10:37 AM IST | Updated on: Jan 05, 2017 10:37 AM IST

અમદાવાદ #શહેરના છેવાડે આવેલા હાથીજણમાં બર્ડ ફ્લૂની દહેશતને પગલે ભયનો માહોલ છવાયો છે. રાજ્યના આરોગ્ય વિભાગ અને તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવાઇ રહ્યા છે ત્યાં બુધવારે આ વિસ્તારમાં લોકોની ચકાસણી કરાઇ હતી. જેમાં 14 જેટલા લોકો શંકાસ્પદ જણાતાં એમને ટેમી ફ્લૂ દવા આપવામાં આવી છે અને સાત દિવસ માટે આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.

હાથીજણ સ્થિત આશા ફાઉન્ડેશનમાં પાંચ દિવસ પૂર્વે પક્ષીઓના એકાએક મોત થતાં એમના સેમ્પલ લેવાયા હતા અને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. પ્રાથમિક અહેવાલમાં બર્ડ ફ્લૂ હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે અમદાવાદ કલેકટર દ્વારા અહીંના એક કિલોમીટરના વિસ્તારને અસરગ્રસ્ત જાહેર કર્યો હતો અને તકેદારીના પગલાં શરૂ કરી દેવાયા હતા. જ્યારે 10 કિમીના વિસ્તારને એલર્ટ જાહેર કરાયો હતો. તેમજ આ વિસ્તારની પોલ્ટ્રી ફાર્મને સીલ મારવામાં આવી છે.

હાથીજણ બર્ડ ફ્લૂ: 14 લોકો શંકાસ્પદ જણાતાં આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા

આગામી સપ્તાહે ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટ શરૂ થવાની છે જેને લઇને પણ કેટલેક અંશે ભયનો ફફડાટ ફેલાયો છે. જોકે સરકાર દ્વારા ચિંતાનું કોઇ કારણ ન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સંજોગોમાં બુધવારે આ વિસ્તારમાં લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં શંકાસ્પદ જણાતા લોકોને ટેમી ફ્લૂ દવા આપવામાં આવી હતી અને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે અસરગ્રસ્ત પક્ષીઓનો નાશ કરાયો છે અને જમીનમાં દાટી દેવાયા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર