પટાવાળા અધિકારીઓની કરોડો રૂપિયાની અપ્રમાણસર સંપત્તિ પકડાઇ, શું છે વિગત? જાણો

Jan 21, 2017 04:40 PM IST | Updated on: Jan 21, 2017 04:42 PM IST

અમદાવાદ #રાજ્યમાં ભ્રષ્ટાચારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. એસીબી દ્વારા રાજ્યમાં વિવિધ પાંચ સ્થળોએ સરકારી પાંચ કર્મચારીઓના ત્યાં તપાસ કરતાં અધધધ...ધ કહી શકાય એટલી બધી અપ્રમાણસર સંપત્તિ મળી આવી છે. પટાવાળા પાસેથી એક કરોડ તો જીપીએસસીના એક અધિકારીના ત્યાંથી 11 કરોડથી વધુની સંપત્તિ હાથ લાગી છે.

એસીબી દ્રારા રાજ્યમાં પાંચ સ્થળોએ અલગ-અલગ ફરિયાદ નોંધી કાર્યવાહી શરુ કરી છે. એસીબીના કહેવા પ્રમાણે કુલ પાંચ શખ્સો સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે અને તેમની પાસેથી કરોડોની અપ્રમાણસર મિલકતો મળી આવી છે.

1-ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમના પટાવાળા હસમુખ રાવલ પાસેથી રૂ.1,18,09,049 ની સંપત્તિ મળી આવી જે આવક કરતાં 202% વધુ સંપત્તિ છે.

2-રાજકોટની D.H.કોલેજના આચાર્ય ચંદ્રિકાબેન વાઢેર પાસેથી રૂ.68,98,704 સંપત્તિ મળી જે આવક કરતા 83% વધુ છે.

3-ધોરાજીના નાયબ મામલતદાર અનિલ માકડિયા પાસેથી રૂ.44,66,654 ની સંપત્તિ મળી આવી છે જે આવક કરતા 97% વધારે છે.

4-GSPCના વર્ગ-2 અધિકારી ભરતગીરી ગોસ્વામી પાસેથી રૂ.11,56,97,285ની અપ્રમાણસર મિલકત મળી આવી છે જે આવક કરતા 2489% વધુ છે.

5-હિંમતનગરના ફિલ્ડ આસિસ્ટન્ટ પાસેથી રૂ.33,09,758 ની અપ્રમાણસર મિલકત મળી છે જે આવક કરતા 157% વધારે છે.

આ  પાંચેય કેસમાં કુલ અપ્રમાણસર મિલકતની કિંમત રૂ.14,17,81,428 કરોડની છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર