ગુજ.માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે ચૂંટણી,22મીએ 61 ઉમેદવારોના ભાવિનો ફેંસલો

Jan 20, 2017 11:16 AM IST | Updated on: Jan 20, 2017 01:59 PM IST

ગાંધીનગરઃગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે એટલે કે  20જાન્યુઆરીએ સવારથી જ ચૂંટણી શરૂ થઇ છે. બોર્ડની 26 બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી.પરંતુ 6 બેઠકો બિનહરીફ જાહેર થતાં 18 બેઠકો માટે ચૂંટણી યોજાશે. 18 બેઠકો માટે 61 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝૂકાવતા ચૂંટણી રસાકસીભરી બની રહેશે.

સંચાલક, આચાર્ય, શિક્ષક, બિનશૈક્ષણિક , સરકારી શિક્ષક , હાયરસેકન્ડીર શિક્ષક , ઉત્તરબૂનિયાદી સ્કુલ આચાર્ય અને ઉત્તરબૂનિયાદી બિનશૈક્ષણક સંવર્ગના ઉમેદાવારોએ ચૂંટણી જંગમાં ઝૂકાવ્યું છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે 500 જેટલો સ્ટાફ સામેલ થશે. આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું છે સાંજે 5 કલાક સુધી  બેલેટથી મતદાન યોજાશે. જરૂર જણાયે 21જાન્યુઆરીએ ફેર મતદાન માટે અનામત રહેશે.અને 22જાન્યુઆરીએ 61 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.

61 ઉમેદવારો પૈકી 18 ઉમેદવારોની ચૂંટણી માટે સમગ્ર રાજ્યમાંથી 65 હજાર મતદારો 85 મતદાનબૂથ પરથી મતદાન કરશે. આ માટેની સમગ્ર તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

ઉ.ગુજ.માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી શરૂ

8 જીલ્લાનાં 1,600 જેટલા મતદારો કરશે મતદાન

આજે 8 થી 5 વાગ્યા સુધી કરાશે મતદાન

મહેસાણા શાળા સંચાલક મંડળના 4 સભ્યોની ઉમેદવારી

મહેસાણાનાં 242 મતદારો ટી.જે.હાઈ.માં કરશે મતદાન

સુચવેલા સમાચાર