ગુજકોમાસોલના ચેરમેન પદેથી નટુ પિતાંબરની હકાલપટ્ટી

Apr 13, 2017 02:22 PM IST | Updated on: Apr 13, 2017 06:56 PM IST

ગુજકોમાસોલના ચેરમેન પદેથી નટુ પિતાંબરને હટાવવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. ગુજકોમાસોલમાં વહીવટદારની નિમણૂક કરવા આદેશ પણ કરાયો છે.ચૂંટણી નહીં થાય ત્યાં સુધી વહીવટદાર નિમાશે.

ગુજકોમાસોલના વહિવટ દાર નિમવા સુપ્રિમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.નટુ પિતાંબર સામે ગેરરિતિ,કરોડોના બિલિગ કૌભાંડનો આરોપ લાગેલા છે.નટુ પિતાંબરને ચેરમેન પદેથી હટવા સુપ્રિમે આદેશ કરી દીધો છે.ચેરમેન પદેથી દુર નહી થતા સરકારે સુપ્રિમમાં રીટ કરી હતી. નોધનીય છે કે, નટુ પિતાંબરએ મહેસાણા જિલ્લામાં સહકારી ક્ષેત્રે મોટુ નામ છે તેમજ કોંગ્રેસમાં પણ એક સમયે કદાવર નેતા તરીકે ગણના થતી હતી.

સુપ્રીમ કોર્ટનો આદેશ

ગુજકોમાસોલના ચેરમેનને હટાવવા આદેશ

નટુ પિતાંબરને હટાવવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો

ગુજકોમાસોલમાં વહીવટદારની નિમણૂક કરવા આદેશ

ચૂંટણી નહીં થાય ત્યાં સુધી વહીવટદાર નિમાશે

સહકાર પ્રધાન ઈશ્વર પટેલનું નિવેદન

'રજિસ્ટ્રાર લેવલના અધિકારીની વહીવટદાર તરીકે નિમણૂંક કરીશું'

'અધિકારીનું નામ હજુ સુધી નક્કી નથી'

સુચવેલા સમાચાર