અમદાવાદ-મુંબઇ વચ્ચે અડધો કલાક રેલ વ્યવહાર ખોરવાયો,આ ચાર ટ્રેનો મોડી પડી

Mar 20, 2017 03:53 PM IST | Updated on: Mar 20, 2017 03:53 PM IST

ભરૂચઃભરૂચ રેલ્વે સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી જતા દોડધામ મચી જવા પામી હતી.ઘટનાના પગલે અમદાવાદ મુબઈ વચ્ચેની મુખ્ય લાઈનનો રેલ વ્યવહાર ખોરવાતા ચાર ટ્રેન અડધો કલાક મોડી પડી હતી

ભરૂચની ભોલાવ રેલ્વે ફાટક નજીક આજરોજ ગુડ્સ ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો.સાઈડની લાઈન પરથી ટ્રેન મુખ્ય લાઈન પર આવી રહી હતી તે દરમ્યાન આ દુર્ઘટના સર્જાઈ હતી.બનાવની જાણ થતાની સાથે જ રેલ્વેની ટેકનીકલ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને શામારકામ શરુ કર્યું હતું.

અમદાવાદ-મુંબઇ વચ્ચે અડધો કલાક રેલ વ્યવહાર ખોરવાયો,આ ચાર ટ્રેનો મોડી પડી

આ ઘટનાના પગલે અપ અને ડાઉન લાઈનનો મુખ્ય રેલ વ્યવહાર ખોરવાયો હતો.ગુજરાત એક્ષ્પ્રેસ,સોરાષ્ટ્ર એક્ષ્પ્રેસ,ઝાસી મુંબઈ ટ્રેન અડધો કલાક મોડી પડતા મુસાફરો અટવાયા હતા.રેલ્વે વિબ્ગા દ્વારા એક કલાકમાં સમારકામ પૂર્ણ કરી રેલ વ્યવહાર રાબેતા મુજબ કરાયો હતો.

સુચવેલા સમાચાર