સરકારના વર્ગ 3ના કર્મચારીઓ માટે કેવા આવાસો બનાવાશે જાણો

May 08, 2017 10:48 AM IST | Updated on: May 08, 2017 10:48 AM IST

મુખ્યપ્રધાને આજે રાજકોટ ખાતે અનેક મહત્વની જાહેરાતો કરી છે. જેમાં રાજ્ય સરકારના દરેક વિભાગના વર્ગ ૩ ના કર્મચારીઓ માટે હવે બે બેડ રૂમ હોલ કિચન ના આવાસો નિર્માણ કરવામાં આવશે. ગુજરાતમાં જે રીતે સંયુક્ત કુટુમ્બની પરંપરા છે જેને લઈને કર્મચારીઓને રહેવામાં અગવડતા ન રહે તેને ધ્યાનમાં રાખીને સરકાર હવેથી બે બેડ રૂમ હોલ કિચન ના આવાસો બનાવશે.

ઉપરાંત કેન્દ્રના કર્મચારીઓ અને પૂર્વ સૈનિકોને કેન્દ્ર સરકારે માર્કેટ વેલ્યુથી જે જમીન આપી હતી તેમાં ૨૫ વર્ષ બાદ પ્રીમીયમ ન ભરવું પડે તેવી વ્યવસ્થા પણ રાજ્ય સરકારે ગોઠવી છે. જેમાં કેન્દ્રના કર્મચારીઓ ૨૫ વર્ષ બાદ તેનું મકાન વહેચે ત્યારે તેને કોઈ પણ પ્રીમીયમ નહિ ભરવું પડે.

સરકારના વર્ગ 3ના કર્મચારીઓ માટે કેવા આવાસો બનાવાશે જાણો

ફાઇલ તસવીર

સુચવેલા સમાચાર