દરેક બેંક 31 માર્ચ સુધી મોબાઇલ બેન્કિગ સુવિધા શરૂ કરેઃસરકાર

Mar 01, 2017 08:03 PM IST | Updated on: Mar 01, 2017 08:03 PM IST

સરકારે બધી બેન્કને કહ્યુ છે કે પોતાના ખાતેદારોને 31 માર્ચ સુધી મોબાઇલ બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવે.ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી સચિવ અરૂણા સુંદરરાજને જણાવ્યું કે અમે બેંકોને કહ્યુ છે કે જે ગ્રાહકો પાસે મોબાઇલ છે તેમણે મોબાઇલ બેન્કિંગ સુવિધા આપી સક્ષમ બનાવવા જોઇએ. અમે બેન્કોને કહ્યુ કે તેઓ 31 માર્ચ સુધી દેશવ્યાપી અભિયાન ચલાવે જેથી મોબાઇલ ફોન રાખનારા ખાતેદારો મોબાઇલ બેકિંગનો ઉપયોગ કરવામાં સક્ષમ બને.

અરૂણાએ કહ્યુ કે સરકારે દેશમાં ડિજિટલ પેમેન્ટ પ્રણાલીને વધુ મજબૂત બનાવવા પહેલ કરી છે. તેમણે કહ્યુ કે કારણ એ છે કે પહેલા મોબાઇલ બેન્કિંગ આ તરફ પ્રાથમિકતા ન હતી. આ માટે થઇ શકે કે ગ્રાહકોએ કહ્યુ હોય કે અમને મોબાઇલ બેન્કિગ નથી જોવતું. પરંતુ આજે ખાતેદારો તે ઇચ્છે છે.

દરેક બેંક 31 માર્ચ સુધી મોબાઇલ બેન્કિગ સુવિધા શરૂ કરેઃસરકાર

અરુણાએ કહ્યુ કે આથી એ સુનિશ્વિત થશે કે જે ગ્રાહક મોબાઇલ બેન્કિંગ કરવા માગે છે તે 31 માર્ચ સુધી તેનો લાભ લેવા તૈયાર થશે. અરુણા સુંદરરાજને કહ્યુ કે યુપીઆઇ કે ભીમ એપનો ઉપયોગ કરનારા પણ મોબાઇલ બેન્કિંગથી માહીત ગાર થવા જોઇએ.

પ્રતિકાત્મક તસવીર છે

સુચવેલા સમાચાર