અમદાવાદમાં 10મા માળેથી કુદી મહિલાનો પુત્ર સાથે આપઘાત

Jun 04, 2017 12:48 PM IST | Updated on: Jun 04, 2017 12:48 PM IST

અમદાવાદમાં મહિલાએ પુત્ર સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. ગોતા વસંતનગર છાપરા પાસે મહિલાએ 10 માળની ઈમારત પરથી પુત્ર સાથે ઝંપલાવ્યું હતું.બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર એસજી હાઇવે પર ગોતાના વસંતનગર પાસે પોતાના 6 વર્ષના પુત્ર સાથે માતાએ બિલ્ડીગના 10મા માળેથી મોતની છલાગ લગાવી હતી.બંનેના ઘટના સ્થળે જ મોત થયા છે. આ માતા-પુત્રની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.

અમદાવાદમાં 10મા માળેથી કુદી મહિલાનો પુત્ર સાથે આપઘાત

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર