ગોરખપુરની આ સીટ પર સીએમ યોગી લડી શકે છે વિધાનસભાની ચુંટણી

Mar 20, 2017 04:27 PM IST | Updated on: Mar 20, 2017 04:27 PM IST

યૂપીના ગોરખપુર સીટથી બીજેપીના સાંસદ યોગી આદિત્યનાથને રવિવારે યુપીના 21મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. યોગીના સીએમ બન્યા પછી સવાલો ઉઠ્યા છે કે આદિત્યનાથ ગોરખપુરની કઇ વિધાનસભા સીટથી ચુંટણી લડી શકે છે.

યોગી આદિત્યનાથ ગોરખપુરથી પાંચ વાર સાંસદ રહ્યા છે. ત્યારે સિયાસી સમીકરણનો તસવીર અને વિકલ્પ કંઇક આ બાજુ ઇસારા કરી રહ્યા છે. નોધનીય છે કે યોગી આદિત્યનાથ સામે બે વિધાનસભા એવી છે જે યોગીનો ગઢ મનાય છે. આ સીટો અત્યારે યોગીના નજીકનાઓ પાસે છે.

ગોરખપુરની આ સીટ પર સીએમ યોગી લડી શકે છે વિધાનસભાની ચુંટણી

ગોરખપુર શહેર

આ સીટ પર બીજેપીના ત્રણવાર ધારાસભ્ય રહેલા ડો.રાધા મોહનદાસ અગ્રવાલ ચુંટણી જીતતા આવ્યા છે. આ યોગી આદિત્યનાથના નજીકના મનાય છે. રાધા મોહનદાસ અગ્રવાલની ઓળખ સાદગીભર્યા નેતાના રૂપમાં છે.

સુત્રોનું માનીએ તો પ્રબલ આશા લગાવાય છે કે યોગી આદિત્યનાથ ગોરખપુરથી વિધાનસભા ચુંટણી લડશે. તેનું કારણ યોગી કેબીનેટમાં રાધા મોહનને સ્થાન અપાયું નથી.

કેમ્પિયરગંજ વિધાનસભા

આ સીટ પર બીજેપીના ફતેહ બહાદુરસિંહ ચુંટણી જીત્યા છે. જ્યાં યોગીના નામ પર વોટ મળે છે. સૂત્રોનું માનીએ તો બની શકે કે હાલના વિધાયક ફતેહ બહાદૂરસિંહને ગોરખપુરથી લોકસભા ચુંટણી લડાવી દિલ્હી મોકલવામાં આવે. ફતેહ બહાદૂરસિંહ આ પહેલા પણ વિધાયક અને મંત્રી રહી ચુક્યા છે.

પૂર્વાચલના ફાયરબ્રાંડ ચહેરાના રૂપમાં યોગી આદિત્યનાથના ગઢ ગોરખપુરની નવ વિધાનસભા સીટોમાં એક ચિલ્લૂપારને છોડીને બધી સીટો પર બીજેપીની જીત થઇ છે. આ ઐતિહાસિક જીત પાછળ યોગીનો દબદબો મનાય છે.

સુચવેલા સમાચાર