'આપ'ની EVMના બદલે બેલેટ પેપરથી મતદાન કરાવવા રજૂઆત

Mar 20, 2017 05:39 PM IST | Updated on: Mar 20, 2017 05:39 PM IST

અમદાવાદઃ'આપ' નેતા ગોપાલ રાયે ચિફ ઈલેક્ટ્રોલ ઓફિસર સાથે કરી મુલાકાત કરી છે.વિધાનસભાની ચૂંટણીમાં થનાર મતદાન EVMના બદલે બેલેટ પેપરથી કરાવવા રજૂઆત કરી છે.

'આપ'ની EVMના બદલે બેલેટ પેપરથી મતદાન કરાવવા રજૂઆત

બેલેટ પેપર શક્ય ના બને તો પેપરટ્રેલ EVM સાથે રાખવા રજૂઆત કરવામાં આવી છે. નોધનીય છે કે, જુદા જુદા રાજ્યમાં EVMને લઈને ગડબડીના આક્ષેપો થયા છે જેને લઇ ગુજરાતમાં બેલેટ પેપરથી મતદાન માટે આપ દ્વારા માંગ કરાઇ છે તો પાટીદાર મહિલા નેતા દ્વારા પણ હાઇકોર્ટના દ્વાર ખખડાવાયા છે.

ઈવીએમમાં ગરબડને લઈને તાજેતરમાં અને ભૂતકાળમાં અનેક આક્ષેપો થયા છે સવાલો ઉઠ્યા છે.આગામી મહિનાઓમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનારી છે.ત્યારે આપના નેતા અને દિલ્હીના મંત્રી ગોપાલરાયે ગુજરાતમાં નિષ્પક્ષ અને નિર્વિવાદિતચૂંટણી યોજાય તે માટે ચીફ ઈલેકટ્રોલ ઓફિસર બી.બી.સ્વૈનને મળ્યા હતા.

આ વખતે ચૂંટણીમાં ઈલેકટ્રોનિક વોટીંગ મશીનના સ્થાને બેલેટ પેપરથી અથવા તમામ ઈવીએમમાં પેપર ટ્રેલ લગાવવા ગોપાલરાયે સ્વૈનને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતુ.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર