અમદાવાદઃએરપોર્ટ પરથી ઝડપાયું 2 કિલો દાણચોરીનું સોનું

Feb 15, 2017 01:43 PM IST | Updated on: Feb 15, 2017 05:40 PM IST

અમદાવાદઃઅમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી દિલ્હીથી અમદાવાદ આવેલી ફ્લાઈટમાંથી 2 કિલો સોનાના દાગીના સાથે બે વ્યક્તિની ધરપકડ કરી છે.અમદાવાદ એરપોર્ટ પરથી ડીઆરઆઈને બાતમી મળી હતી.અને તેના આધારે એર ઈન્ડિયાની ફ્લાઈટ એરપોર્ટ પર આવે તે પહેલા જ ડીઆરઆઈના અધિકારીઓ એરપોર્ટ પહોચી ગયી હતા.

અને બે પ્રવાસીઓ પાસેથી 2 કિલો સોનાના દાગીના સાથે બેને પ્રવાસીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.જો કે એરપોર્ટ પર ડ્યુડી ભર્યા વગર સોનુ લાગે તેના પર કસ્ટમ વિભાગની નજર રહેતી હોય છે.પરંતુ કસ્ટમ વિભાગના અધિકારીઓ અંધારામાં રહી ગયા અને ડીઆરઆઈના અધિકારીઓએ બે પ્રવાસીને સોના સાથે જપ્ત કર્યા છે.

પ્રતિકાત્મક તસવીર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર