કડકડતી ઠંડીમાં સવારે સ્પર્ધકોએ ગીરનારને આંબવા દોટ મૂકી

Jan 08, 2017 02:02 PM IST | Updated on: Jan 08, 2017 02:02 PM IST

જુનાગઢઃ જુનાગઢ ખાતે ગીરનારની રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ૧૨૯૫ જેટલા સ્પર્ધક ભાઈ બહેનો જોડાયા હતા અને આ સ્પર્ધાનું પ્રસ્થાન  રાજ્ય ના કૃષિ પ્રધાન ચીમન સાપરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. જુનાગઢની પ્રતિવર્ષ યોજાતી ગીરનારની ૩૨ મી  આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય હતી. જેમાં રાજ્ય ભરમાંથી સીનીયર ભાઈઓ૫૪૭,સીનીયર  બહેનો૧૧૭, જુનિયર ભાઈ ઓ ૪૮૩ અને જુનિયર બહેનો મળી કુલ ૧૨૯૫ સ્પર્ધકો નોંધાયા છે.

jnd sprad1

કડકડતી ઠંડીમાં સવારે સ્પર્ધકોએ ગીરનારને આંબવા દોટ મૂકી

વહેલી સવારે કડકડતી ઠંડીમાં સ્પર્ધકોએ ગીરનારને આંબવા દોટ  મૂકી હતી આ સ્પર્ધા માં ભાઈઓ માટે અંબાજી સુધી અને બહેનો માટે માળી પરબ સુધીની ના પગથીયા ચડવાના તેમજ ઉતરવાના હોય છે. આ સ્પર્ધામાં ભાગ લેવા  માટે સ્પર્ધોએ પુરતી મહેનત કરી હોય છે અને તે લોકો આ કઠીન ગણાતી સ્પર્ધા જીતવા આશાવાદી પણ હોય છે.

 

સુચવેલા સમાચાર