ફેસબુક પર યોગીનો આપત્તિજનક ફોટો શેયર કરવા બદલ છાત્ર નેતા રજ્જાકની ધરપકડ

Mar 21, 2017 08:23 AM IST | Updated on: Mar 21, 2017 08:23 AM IST

લખનૌ #ઉત્તરપ્રદેશના ગાજીપુરમાં પોલીસે મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીનો આપત્તિજનક ફોટો ફેસબુક પર શેયર કરવાના મામલે લંકા સ્થિત પ્રોફેસર કોલોનીમાં દરોડો પાડી છાત્ર નેતા અબ્દુલ રજ્જાકની ધરપકડ કરવામાં આવી છે.

પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજના છાત્ર નેતા રજ્જાકે યોગીની એક આપત્તિજનક તસ્વીર ફેસબુક પર પોસ્ટ કરી હતી. આ મામલે હિન્દુ યુવા વાહિની અને બજરંગ દળના કાર્યકર્તા રવિવારે મોડી રાત સુધી કોતવાલીમાં ધરપકડની માંગને લઇને અડી રહ્યા હતા.

ફેસબુક પર યોગીનો આપત્તિજનક ફોટો શેયર કરવા બદલ છાત્ર નેતા રજ્જાકની ધરપકડ

આ મામલો મુખ્યમંત્રી સાથે જોડાયેલો હોવાથી સિટી એસપી કેશવ પ્રસાદ ગોસ્વામી કોતવાલી પહોંચ્યા હતા અને હિન્દુ કાર્યકર્તાઓને આરોપીઓની ધરપકડ કરવાનું આશ્વાસન આપ્યું હતું આમ છતાં કાર્યકર્તાઓ ત્યાંથી ખસ્યા ન હતા.

બજરંગ દળના સંયોજક ઉપેન્દ્ર કુમાર સિંહે છાત્ર નેતા અબ્દુલ રજ્જાક વિરૂધ્ધ ધરપકડની માંગ કરી હતી. જોકે સ્થિતિને જોતાં પોલીસે સોમવારે લંકા સ્થિત પ્રોફેસર કોલોનીમાં દરોડો પાડી અબ્દુલ રજ્જાકની ધરપકડ કરી હતી અને એની વિરૂધ્ધ આઇપીસી કલમ 499 અને આઇટી એક્ટ 66 અંતગર્ત ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર