અમદાવાદઃયુવતિ સાથે બદલો લેવા વેપારીએ ડ્રગ્સ ખરીદી પછી ન કરવાનું કર્યું!

Jan 28, 2017 09:57 AM IST | Updated on: Jan 28, 2017 09:57 AM IST

અમદાવાદઃનારકોટીક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે ૬૦૦ ગ્રામ ચરસનાં જથ્થા એક શખ્સની ઘરપકડ કરી છે.ઘાટલોડિયા વિસ્તારમાંથી ઝડપાયેલો આ શખ્શ દિનેશ પ્રજાપતિ ફેક્ટરી માલિક છે પણ પોતાની અંગત અદાવતમાં ફસાવવા તેને ચરસ ખરીદ્યું હોવાનું બહાર આવ્યું છે મહત્વની વાત છે કે જે મહિલાને તે ફસાવવા માંગતો હતો તે જ ઘરમાં આરોપી રહેતો હતો અને અગાઉ મહિલા તેની વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ કરતા બદલો લેવાનાં ઈરાદે આવું તરકટ રચ્યું હટુ હાલ ncb આ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરુ કરી છે.

અમદાવાદઃયુવતિ સાથે બદલો લેવા વેપારીએ ડ્રગ્સ ખરીદી પછી ન કરવાનું કર્યું!

દિનેશ પ્રજાપતિ ઉર્ફે રાજ કોઠારી આમ તો ડેનીમ ફેક્ટરી ધરવતો આ યુવક પરણિત છે યુવકે એક તરફી પ્રેમમાં યુવતીના ઇન્કાર અને બદલો લેવા માટે તેના ઘરમાં લાખો રુપિયાનુ ચરસ મુકી દીધુ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે ઘાટલોડિયા વિસ્તારમાં એક યુવતીના ઘરમાંથી 600 ગ્રામ ચરસ પકડ્યુ તેની પુછપરછમાં જાણવા મળ્યુ કે તેને એક યુવક પરેસાન કરતો હતો અને તેની સામે તેણે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી જેથી આ તેણે કર્યુ હોઇ શકે.

ncb drags

જેથી એનસીબીની ટીમે તપાસ કરતા આ વાતની પૃષ્ઠી થઇ અને યુવક જ યુવતી સાથે બદલો લેવા માટે ચરશ ખરીદીને તેના ઘરમાં ચરશ મુકી દીધુ હોવાનુ બહાર આવ્યુ છે.હાલ ફેક્ટરીના માલીક દિનેશ પ્રજાપતિની કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

હાલ તો NCB એ દિનેશ પ્રજાપતિની ઓળખ ખોટી સાબીત થતા ઉલટ તપાસ શરુ કરી છે અને આ તપાસમાં પણ ચોંકાવનારુ સત્ય બહાર આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે દિનેશ પ્રજાપતિ અગાઉ યુવતીના ઘરમાં ભાડે રહેતો હતો તે પરિણિત છે અને તેના બે બાળકો પણ છે પરંતુ તે સમયે તે યુવતીના એક તરફી પ્રેમમાં હતો જેનો યુવતીએ વિરોધ કર્યો હતો.

આ દરમિયાન યુવતીએ તેની સામે અમદાવાદનવા સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જેનો બદલો લેવા માટે દિનેશે જાતે જ ચરશ ખરીદીને યુવતીના ઘરમાં ચરશ મુકાવ્યુ હતુ.આ સમગ્ર પ્રકરણમાં તથ્ય સામે આવતા NCBએ હાલ દિનેશ પ્રજાપતિની ધરપકડ કરી છે. અને દિનેશ ઉર્ફે રાજને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર