વડોદરા ગેસ ગળતર મામલે GCPBએ આપ્યો રીપોર્ટ,કોણ જવાબદાર છે જાણો

Apr 17, 2017 08:17 PM IST | Updated on: Apr 17, 2017 08:17 PM IST

વડોદરાઃવડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ફેલાઇ રહેલ ગેસની દુર્ગધ માટે ગુજરાત રિફાઇનરીમાં ચિમનીમાં ખામી હોવાથી ગેસ હવામાં ફેલાતાનું તારણ બાદ આઇઓસીએલનાં જવાબદાર અધીકારીઓ સામે પગલા લઇ તેમની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. આજે જાગો વડોદરા દ્વારા ગુજરાત રીફાઇનરીનાં પ્રવેશદ્રાર પર ઘરણા યોજી રીફાઇનરી નાં ઇડીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતુ.

વડોદરાને ભોપાલ બનતા અટકાવોના સુત્ર સાથે જાગો વડોદરા દ્વારા ગેસ ગળતળના મામલે આંદોલન ચલાવવમાં આવી રહ્યું છે, ત્યારે જયારે જીપીસીબીની નિષ્ણાંત સમિતિ એ ગેસ ગળતરનાં મામલે ગુજરાત રીફાઇનરી નો ગેસ જવાબદાર હોવાનું બહાર આવતા રીફાઇનરીના અધીકારીઓને કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે.

વડોદરા ગેસ ગળતર મામલે GCPBએ આપ્યો રીપોર્ટ,કોણ જવાબદાર છે જાણો

રીફાઇનરી એ પણ ગેસ ગળતળનાં મામલે ગંભીરતા થી લઇને તપાસ શરૂ કરી છે અને જાગો વડોદરાને ખાત્રી આપી હતી કે ગેસ ગળતળનાં કારણે જે જવાબદાર અઘિકારીની નિષ્કાળજી સામે આવશે તેની સામે પગલા લેવામાં આવશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર