ગાંધીનગરમાં રાજ્યમાં ફિક્સ પે કર્મચારીઓના ધરણા

Jan 01, 2017 03:16 PM IST | Updated on: Jan 01, 2017 04:43 PM IST

ગાંધીનગરઃગાંધીનગરમાં આજે રાજ્યમાં ફિક્સ પે કર્મચારીઓ દ્વારા આંદોલન કરી ધરણા યોજાયા છે. કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓ કરાઇ છે. ફિક્સ પે કર્મીઓને SC-ST, OBC એકતા મંચનો સાથ મળ્યો છે.અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી ધરણા સ્થળે પહોચ્યા છે. જન અધિકાર મંચને આપ્યો ટેકો આપ્યો છે.

fix pe darna3

પોલીસ મંજૂરી ન મળવા છતાં કર્મચારીઓ મોટીસંખ્યામાં ગાંધીનગર ધરણામાં પહોચ્યા છે.અક્ષરધામ મંદિરના સામેના પાર્કિંગમાં કર્મચારીઓનો જમાવડો છે.હજારોની સંખ્યામાં ફિક્સ પે કર્મચારીઓ દેખાવોમાં જોડાયા છે.સરકાર વિરુદ્ધ દેખાવોનું આયોજન કરાયું છે.

ફિક્સ પે કર્મીઓએ સરકારને 11 જાન્યુઆરી સુધીમાં ઉકેલ લાવવા આપ્યું અલ્ટીમેટમ આપ્યું છે.11 જાન્યુઆરી સુધી ઉકેલ નહીં આવે તો વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો વિરોધ કરવાની ચિંમકી આપી છે

ફિક્સ-પે કર્મીઓને 'પાસ'નું સમર્થન

ફિક્સ-પે કર્મીઓના આંદોલને 'પાસ'દ્વારા સમર્થન જાહેર કરાયું છે.અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી બાદ હાર્દિકે પણ સમર્થન આપ્યું છે.હાર્દિક વતી દિનેશ બાંભણીયા ધરણાંના સ્થળે પહોંચશે.'પાસ' દ્વારા ફિક્સ-પે કર્મીઓની માંગણીને લઈ સમર્થન જાહેર કરાયું છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર