આખી રાત જાગ્યા ગડકરી, 5 વાગે કર્યો અમિત શાહને ફોન અને ગોવામાં બની સરકાર

Mar 17, 2017 03:06 PM IST | Updated on: Mar 17, 2017 03:07 PM IST

નવી દિલ્હી #ગોવા વિધાનસભા ચૂંટણીમાં ઓછી બેઠકો મેળવ્યા બાદ પણ ભાજપે સરકાર બનાવી તમામને ચોંકાવી દીધા છે. ગોવામાં ભાજપના ચૂંટણી પ્રભારી અને કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, ગોવામાં સરકાર બનાવવા માટે આખી રાત જાગ્યો હતો. આવો જાણીએ કે એવું તે રાતે શું થયું કે એક રાતમાં તખ્તો પલટાઇ ગયો...

નિતિન ગડકરીના અનુસાર ચૂંટણી પરિણામ આવ્યા ત્યારે તે દિલ્હીમાં હતા અને એ સમયે ફોન કરી પાર્ટી પ્રમુખ અમિત શાહને મળવા કહ્યું હતું. ગડકરી કહે છે કે, શાહના ઘરે પહોંચતાં ગોવાને લઇને લાંબી ચર્ચા થઇ અને બાદમાં સાંજે હું ગોવા જવા રવાના થયો. ગોવા પહોંચતાં જ સરકાર બનાવવા માટે પાસા ફેંકવા શરૂ કર્યા.

આખી રાત જાગ્યા ગડકરી, 5 વાગે કર્યો અમિત શાહને ફોન અને ગોવામાં બની સરકાર

ગોવા પહોંચતાં જ સરકાર બનાવવા માટે તે સક્રિય થઇ ગયા. ગડકરી આખી રાત ઉંઘી ન શક્યા અને ભાજપા ગઠબંધનની સંભાવવાનો શોધતા રહ્યા.

ગડકરીના જણાવ્યા અનુસાર રાતે દોઢ વાગે એમજીપીના સુદિન ધાવલિકર સાથે મુલાકાત કરી અને સમર્થનનું નક્કી કર્યું. એ બાદ ગોવા ફોરવર્ડ પાર્ટીના વિજય સરદેસાઇ મળવા આવ્યા.

ગડકરીએ કહ્યું કે લાંબી વાતચીત અને મુલાકાતોનો દોર છેક સવારે પાંચ વાગ્યા સુધી ચાલતો રહ્યો હતો. આ દરમિયાન એમજીપી અને જીએફપીએ શરત રાખી કે મનોહર પારિકર જ સીએમ બને. ગડકરીએ કહ્યું કે, સવારે 5 વાગેની આસપાસ અમિત શાહને ફોન કર્યો અને શરત જણાવી.

આ મુદ્દે અમિત શાહે પીએમ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાની વાત કરી અને ફરી સવારે 8 વાગ્યા બાદ પીએમની સલાહ લઇ મનોહર પારિકરના નામ પર મહોર લગાવી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર