Jio Phone:આજ સાંજથી પ્રી-બુકિંગ શરૂ, આ રીતે કરાવો રજીસ્ટ્રેશન

Aug 24, 2017 04:30 PM IST | Updated on: Aug 24, 2017 04:30 PM IST

#નવી દિલ્હી:  જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી એ જિઓફોનનું પ્રી-બુકિંગ 24 ઓગસ્ટ, 2017નાં રોજ સાંજે પાંચ વાગ્યાથી શરૂ થઈ જશે. JIO ફોનના રજીસ્ટ્રેશન માંટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફોન ખરીદવા ગ્રાહકોને સંપૂર્ણપણે રિફન્ડેબલ, વન-ટાઇમ, રૂ.1,500ની સીક્યોરિટી ડિપોઝિટ ચુકવવાની જરૂર છે.

Jio Phone:આજ સાંજથી પ્રી-બુકિંગ શરૂ, આ રીતે કરાવો રજીસ્ટ્રેશન

કેટલા રૂપિયા ચુકવવા પડશે.

જિઓ રિટેલર કે MyJio એપ્લિકેશન મારફતે પ્રી-બુક માટે રૂ. 500 ચુકવવા પડશે. આ રકમ ડિલિવરીનાં સમયે સંપૂર્ણપણે રિફંડેબલ, વન-ટાઇમ, સીક્યોરિટી ડિપોઝિટ એડજસ્ટ કરવામાં આવશે. બાકીનાં રૂ. 1,000 સીક્યોરિટી ડિપોઝિટ પેટે ડિવાઇસની ડિલિવરીનાં સમયે ચુકવવા પડશે. જિઓફોન યુઝર 36 મહિના માટે જિઓફોનનો ઉપયોગ કરી શકે છે અને પછી જિઓફોનને પરત કરીને રૂ. 1,500ની સીક્યોરિટી ડિપોઝિટ સંપૂર્ણપણે રિફંડ મેળવી શકે છે. જો તમે ઈચ્છતા હો, તો તમે ત્રણ વર્ષ પછી ફોન પરત કરી શકો છો.

અહીંથી કરાવો રજીસ્ટ્રેશન

 આ ફોન 500 મિલિયન ફીચર ફોન યુઝર્સ માટે ડિજિટલ લાઇફનો માર્ગ મોકળો કરશેછે.રિલાયન્સ સ્ટોર અને Jio સ્ટોર પર પણ તમે તમારો ફોન બુક કરી શકો છો. આ સિવાય jio.com, websitejio.com અને my jio appથી બુકિંગ થઇ શકે છે.

જો કે જાણવા પ્રમાણે  JIO ફોનથી ગ્રાહકો પ્રભાવિત્ પણ થયા છે. સવારથી જ રૂપિયા 500 આપી ફોન ખરીદવા રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે લોકો. સાથે જ 1500 રૂપિયામાં સ્માર્ટફોન નાં ફયુચર્સથી ગ્રાહકો પ્રભાવિત્ પણ થયા છે.

અહી થી કરાવો રજીસ્ટ્રેશન  http://www.jio.com/en-in/book-jio-phone

સુચવેલા સમાચાર