કુપવાડામાં સેનાએ પાકિસ્તાની ચાર આતંકીઓને કર્યા ઠાર, ઘૂષણખોરી અટકાવી

Apr 10, 2017 10:31 AM IST | Updated on: Apr 10, 2017 10:31 AM IST

જમ્મુ કાશ્મીર #જમ્મુમાં ઘૂષણખોરીનો પ્રયાસ કરી રહેલા ચાર આતંકીઓને ભારતીય સેનાએ ઠાર કર્યા છે. જાણકારી મુજબ જમ્મુ કાશ્મીરમાં કુપવાડાના કૈરન સેક્ટરમાં પાકિસ્તાની આતંકીઓ દ્વારા ઘૂષણખોરીનો પ્રયાસ કરાયો હતો. પરંતુ ભારતીય સેનાએ ચાર આતંકીઓને ઠાર કર્યા હતા અને ઘૂષણખોરી અટકાવી હતી.

શ્રીનગરમાં પેટા ચૂંટણી દરમિયાન થયેલી હિંસાના ગણતરીના કલાકો બાદ આતંકીઓએ કૈરનમાં નિયંત્રણ રેખા પર ઘૂષણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. સેનાએ સોમવારે સવારે આ ઘૂષણખોરીને નિષ્ફળ બનાવી હતી અને ચાર આતંકીઓને ઠાર કર્યાની વિગતો જાણવા મળી રહી છે.

કુપવાડામાં સેનાએ પાકિસ્તાની ચાર આતંકીઓને કર્યા ઠાર, ઘૂષણખોરી અટકાવી

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર