મોદી સરકાર એટલે અધિકત્તમ પ્રચાર-ન્યૂનત્તમ વિચારઃજયરામ રમેશ

May 21, 2017 09:40 AM IST | Updated on: May 21, 2017 09:40 AM IST

મોદી સરકાર એટલે અધિકત્તમ પ્રચાર અને ન્યૂનત્તમ વિચાર આ શબ્દો છે કોંગ્રેસી નેતા જયરામ રમેશના.વાયદાઓની સરકારને ત્રણ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે મોદી સરકારના લેખા જોખાથી લોકોને વાકેફ કરાવવા કોંગ્રેસે દેશભરમાં કાર્યક્રમ શરૂ કર્યા છે.પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે અર્થ વ્યવસ્થા અને કૃષિ - ગ્રામીણ ક્ષેત્રે કરાયેલા દાવા અને હકિકત જુદા જુદા હોવાનો દાવો કર્યો છે.વર્ષે 2 કરોડની સામે માત્ર 2 લાખ લોકોને નોકરી મળે છે.

મોદી સરકાર એટલે અધિકત્તમ પ્રચાર-ન્યૂનત્તમ વિચારઃજયરામ રમેશ

મોદી સરકાર 26 મેના રોજ ત્રણ વર્ષ પૂર્ણ કરી રહી છે.ત્યારે કોંગ્રેસે મોદી સરકાર સામે આંદોલન છેડી દીધું છે..વાયદાઓ આપનારી સરકાર મોટાભાગના વાયદાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે.તો બીજી તરફ કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રે પણ મનમોહનસિંઘ સરકારની સરખામણીએ મોદી સરકાર પાછળ રહી હોવાનું જયરામ રમેશે જણાવ્યું છે.અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં જયરામ રમેશે આક્ષેપ કર્યો છે કે, કૃષિ ક્ષેત્રે મીનીમમ સપોર્ટ પ્રાઈઝ અને ખેત મજૂરી દરમાં ગત સરકારની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે.

દાળ ખરીદીમાં સરકારનું મસમોટું કૌભાંડ છે

મોદી સરકારની ઘઉં ખરીદવાની નિતી અંગે પણ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા જયરામ રમેશે વાત કરી હતી.દેશના ખેડૂતોના ઘઉં ખરીદવાના બદલે મોદી સરકાર વિદેશથી ઘઉં ખરીદે છે.વડાપ્રધાન મોદી મીનીમમ સપોર્ટ પ્રાઈઝ વધારવા તૈયાર નથી પરંતુ વિદેશથી લાખો ટન ઘઉં આયાત કરે છે.દાળ ખરીદીમાં સરકારનું મસમોટું કૌભાંડ છે.અને તે ખરીદ રકમ અને બજાર ભાવના તફાવતમાં સ્પષ્ટ થાય છે.

જયરામ રમેશે નોટબંધી મામલે મોદી સરકાર પર વાર કર્યા હતા.ડિમોનેટાઝેશન ઈકોનોમિકલી ડિઝાસ્ટર સાબિત થયું છેકયાંક તેનો રાજકીય લાભ લેવાયો હોવાનું જયરામ રમેશે જણાવી અમદાવાદની એડીસી બેંકનું ઉદાહરણ આપ્યું હતું.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર