વિશ્વ યુધ્ધના એંધાણ: ઉત્તર કોરિયાએ અમેરિકાને આપી ન્યૂક્લિયર હુમલો કરવાની ધમકી

Apr 18, 2017 03:26 PM IST | Updated on: Apr 18, 2017 03:26 PM IST

નવી દિલ્હી #ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચેના સંબંધો દિવસે દિવસે વધુને વધુ વણસી રહ્યા છે. હવે તો જાણે એક તણખાની જરૂર હોય એવી સ્થિતિ છે ત્યારે ઉત્તર કોરિયાએ અમેરિકાને ન્યૂક્લિયર હુમલો કરવાની ધમકી આપતાં સન્નાટો છવાયો છે.

નોર્થ કોરિયાએ સ્પષ્ટ કર્યું છે કે તે અમેરિકાની ધમકીઓથી ડરવાનું નથી અને તે સાપ્તાહિક, માસિક અને વાર્ષિક મિસાઇલ પરીક્ષણ ચાલુ જ રાખશે. નોર્થ કોરિયાના વિદેશ મંત્રી હાન સોંગ રિયોલે કહ્યું કે, અમે કોઇના દબાણમાં આવવાના નથી. અમે અમારી મિસાઇલ નીતિમાં પણ કોઇ ફેરફાર કરવાના નથી અને અમારો મિસાઇલ ટેસ્ટ ચાલુ જ રહેશે.

વિશ્વ યુધ્ધના એંધાણ: ઉત્તર કોરિયાએ અમેરિકાને આપી ન્યૂક્લિયર હુમલો કરવાની ધમકી

બીબીસી સાથેની વાતચીતમાં પ્યોંગયોંગે કહ્યું કે, જો અમેરિકા સૈન્ય વિકલ્પની દિશામાં આગળ વધે છે તો યુધ્ધની સ્થિતિ પેદા થવાની પુરી આશંકા છે. હાને પડકાર ફેંક્યો કે હવે નોર્થ કોરિયાની સહનશક્તિ ખતમ થઇ ગઇ છે અને હવે તો કોઇ પણ દાદાગીરી સહન નહીં કરે.

તેમણે એ પણ કહ્યું કે, જો અમે અમેરિકા સામે હુમલા કરવા ઇચ્છશું તો અમારી તરફથી એ ન્યૂક્લિયર હુમલો થઇ શકે છે, જાણવા મળ્યા મુજબ નોર્થ કોરિયા ટૂંકાગાળામાં જ પોતાનો છઠ્ઠો ન્યૂક્લિયર ટેસ્ટ કરવા જઇ રહ્યું છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર