વડોદરાના સાંસદની આંગણવાડી બહેનો સાથે અનોખી ફૂલોની ધૂળેટી

Mar 13, 2017 03:34 PM IST | Updated on: Mar 13, 2017 11:32 PM IST

વડોદરા #હોળી ધુળેટીએ રંગોનો ઉત્સવ છે પરંતુ વડોદરાના સાંસદે આજે અનોખી ઉજવણી કરી હતી. આંગણવાડી બહેનો સાથે સાંસદે ફુલોની ધુળેટી ઉજવી હતી. સાંસદ રંજનબેન આંગણવાડી કાર્યકરો સાથે ફુલોની ધુળેટી રમ્યા હતા.

વડોદરાના સાંસદ અને ભાજપના પ્રમુખ રંજનબેન ભટ્ટે તેમના નિવાસસ્થાને આંગણવાડીની બહેનો અને ભાજપના કાર્યકર્તાઓ સાથે હોળીના પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી. સાંસદ રંજનબેન ભટ્ટે આંગણવાડીની બહેનો સાથે ફૂલોની હોળી રમી હતી.

સાંસદના નિવાસસ્થાને સવારથી જ ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડયા હતા.સાંસદે પોતાના કાર્યકર્તાઓ સાથે ઢોલ નગારાના તાલે રંગબેરંગી ફૂલો સાથે હોળી રમી હતી ભાજપના કાર્યકર્તાઓએ કેસરીયા હોળી રમી હતી. ભાજપને ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં મળેલી ભવ્ય જીતથી સાંસદ અને ભાજપના કાર્યકર્તાઓની હોળીના ઉત્સાહમાં ચાર ચાંદ લાગ્યા હતા.

સુચવેલા સમાચાર