ગાંધીનગરઃરાજ્યઉદ્યોગ પ્રધાન રોહિત પટેલના હસ્તે ધ્વજવંદન

Jan 26, 2017 12:08 PM IST | Updated on: Jan 26, 2017 12:08 PM IST

ગાંધીનગરઃ68 મા પ્રજાસત્તાક દિવસની ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીમાં રાજ્યઉદ્યોગ પ્રધાન રોહિત પટેલે ધ્વજવંદન કરાવ્યું હતું. તેમણે જિલ્લા પોલીસના જવાનોની સલામી લીધી હતી અને રાજ્ય સરકારના વિકાસ કાર્યોની યાદી લોકો સમક્ષ રજૂ કરી હતી.

પ્રજાસત્તાક દિવસે તેમણે ગાંધીનગર વાસીઓને વાઇબ્રન્ટ ગુજરાતની સફળતા અને નોટબંધીના ફાયદાઓ વિશે દાવાઓ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે નોટબંધીથી લોકોને જ લાભ થવાનો છે. વાઇબ્રન્ટ સમિટ પાછળ રાજ્ય સરકાર ખર્ચો કરે છે પણ તેનાથી રાજ્યમાં બેકારીનો દર ઘટ્યો છે. રાજ્યમાં લોકોને વધુને વધુ રોજગારી મળી છે જેનો શ્રેય વાઇબ્રન્ટ સમિટને જાય છે.

ગાંધીનગરઃરાજ્યઉદ્યોગ પ્રધાન રોહિત પટેલના હસ્તે ધ્વજવંદન

સુચવેલા સમાચાર