વાઘા બોર્ડર પર મહિનાઓ પછી માતાનો પુત્ર સાથે ભેટો,પાકિસ્તાને ભારતને કહ્યુ-આભાર

Feb 05, 2017 03:08 PM IST | Updated on: Feb 05, 2017 03:08 PM IST

બાળકનો પિતા જુઠુ બોલી ભારત લાવેલા પાંચ વર્ષના પાકિસ્તાની બાળકને વાઘા સીમા પર તેની મા ને સોપવામાં આવ્યો છે. પાંચ વર્ષનો ઇફ્તિખાર અહમદને વાઘા પર પાકિસ્તાની રેન્જર્સને સોપવામાં આવ્યો છે. જ્યા તેની મા રોહિની કિયાની કલાકોથી તેની રાહ જોતી હતી.

સોહિનીએ વાઘામાં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યુ કે પોતાના લાલને પાછો મેળવી બહુ ખુશ છે. મારા દિકરો પાછો મેળવવા મદદ માટે પાકિસ્તાની સરકારની એહસાનમંદ છું. તેણે કહ્યુ કે બાળકની વાપસીની ઉમ્મીદ ખોઇ ચુકી હતી. આ મારા માટે કરીશ્માથી ઓછુ નથી.

વાઘા બોર્ડર પર મહિનાઓ પછી માતાનો પુત્ર સાથે ભેટો,પાકિસ્તાને ભારતને કહ્યુ-આભાર

નોધનીય છે કે ગતવર્ષે માર્ચમાં બાળકનો પિતા તેને ભારત લાવ્યો હતો. પિતા જમ્મુનો હતો. રોહિનાનો આરોપ છે કે તેનો પુર્વ પતિ તેનાથી જુઠુ બોલ્યો હતો કે તે બાળકને શાદીમાં લઇ જાય છે. તે પહેલા દુબઇ લઇ ગયો અને પછી કશ્મીર લઇ ગયો.

સીમા પર તણાવને લઇ મા અને દિકરાનું મીલન આઠમાસ સુધી અટક્યુ હતું. પાકિસ્તાની હાઇ કમીશન ઓફિશિયલ્સ શનિવારે સાંજે ઇફ્તિખારને લઇ વાઘા બોર્ડર પહોચ્યા હતા. જ્યા તેને માતાને સોપવામાં આવ્યો હતો. પાકિસ્તાને આ મામલામાં મદદને લઇ ભારતનો આભાર માન્યો હતો. ભારતમાં પાકિસ્તાની હાઇ કમિશ્નર અબ્દુલ બાસિતે ટ્વિટ કરી લખ્યુ, અમે આ માનવીય મામલામાં ભારતીય અધિકારીઓની મદદને લઇ તેમનો આભાર માનીએ છીએ.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર