બર્ફીલા તોફાનમાં વધુ પાંચ જવાનોએ દમ તોડ્યો, શહાદતનો આંકડો 20 થયો

Jan 30, 2017 05:33 PM IST | Updated on: Jan 30, 2017 05:33 PM IST

નવી દિલ્હી #કાશ્મીર ઘાટીમાં નિયંત્રણ રેખાથી અડીને આવેલા માછિલ સેક્ટરમાં બર્ફીલા તોફાન વધુ પાંચ જવાનોને ભરખી ગયું છે. આ ર્દુઘટનામાં 20 જવાનો શહીદ થયા છે.

માછિલ સેક્ટરમાં બર્ફિલા તોફાનથી બચાવાયેલા વધુ પાંચ જવાનોએ આજે છેલ્લા શ્વાસ લીધા. પાંચ જવાનોને શનિવારે તોફાનથી બહાર કઢાયા હતા અને એમને શ્રીનગર લવાયા હતા. પરંતુ એમની હાલત અત્યંત નાજુક હતી. છેવટે આજે પાંચ જવાનો શહીદ થયા છે. આ સાથે બર્ફીલા તોફાનમાં શહીદ થનારનો આંકડો 20 થયો છે.

બર્ફીલા તોફાનમાં વધુ પાંચ જવાનોએ દમ તોડ્યો, શહાદતનો આંકડો 20 થયો

કાશ્મીર ઘાટીમાં ગાઢ ધુમ્મસ અને પડી રહેલી બરફવર્ષાને લીધે શહીદ જવાનોના પાર્થિવ શરીર લાવવામાં પણ અડચણ આવી રહી છે. વિપરીત હવામાનને પગલે શહીદોના પાર્થિવ શરીરને બહાર નથી કાઢી શકાયા. ભારતીય સેનાના એવિએશન કોરના પાયલોટ સતત એ પ્રયાસ કરી રહ્યા છે કે, શહીદોના પાર્થિવ શરીર જલ્દીથી સુરક્ષિત રીતે બહાર નીકાળી શકાય.

આ પહેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવારે સવારે માછિલમાં સેનાની એક ચોકી તરફનો રસ્તો ધોવાઇ ગયો હતો. જેમાં પાંચ જવાનો અંદર ફસાયા હતા. સૈનિકોને સુરક્ષિત બહાર કાઢવા બચાવ અભિયાન શરૂ કરાયું હતું.

સુચવેલા સમાચાર