અમદાવાદઃપાલડી વિકાસ ગૃહમાંથી પાંચ યુવતીઓ ફરાર,પોલીસે 5 ટીમો બનાવી શોધખોળ

May 04, 2017 03:56 PM IST | Updated on: May 04, 2017 03:56 PM IST

અમદાવાદના પાલડી વિકાસ ગૃહમાંથી પાંચ યુવતીઓ ફરાર થવાનો મામલો સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. યુવતીઓની શોધ માટે પાલડી પોલીસે 5 ટીમો બનાવી છે.તપાસમાં એક PSI, એક ASI, એક કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.વિરમગામ અને સંતરામપુર વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે. યુવતીઓ બાળકોને પણ સાથે લઈ ગઈ  છે.

અમદાવાદનું પાલડી વિકાસ ગૃહ ફરી એક વખત ચર્ચાના એરણે પહોચ્યું છે. જ્યાં ગતરાત્રે પાંચ યુવતીઓ વિકાસગૃહ માંથી અચાનક ફરાર થઇ જતા ચકચાર મચી છે. ઘટનાની જાણકારી મળતાની સાથે વિકાસ ગૃહ તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પોલીસ ફરિયાદ કરતા પોલીસ દ્વારા ફરાર યુવતીઓને શોધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જ્યારે બીજી તરફ પાંચ યુવતીઓ વિકાસ ગૃહમાંથી ફરાર થવાના મામલે મહિલા આયોગ પણ દોડતું થઇ ગયું હતું.   અને મહિલા આયોગ દ્વારા વિકાસ ગૃહ પર સુઓ મોટો નોટીસ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદઃપાલડી વિકાસ ગૃહમાંથી પાંચ યુવતીઓ ફરાર,પોલીસે 5 ટીમો બનાવી શોધખોળ

આ કોઈ પહેલી ઘટના નથી જ્યાં યુવતીઓ વિકાસગૃહમાંથી ફરાર થઇ હોય. ત્યારે મહિલા આયોગ દ્વારા હવે લેખિતમાં વિકાસ ગૃહ પાસે થી ખુલાસો માંગવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર