વેરાવળમાં NRIના ઘર પર ત્રણ કરોડની ખંડણી માટે ફાયરિંગ

May 16, 2017 10:19 AM IST | Updated on: May 16, 2017 10:19 AM IST

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં દુબઇના એનઆરઆઈ ​​વેપારીના ઘરમાં ફાયરિંગ કરાયું છે. 8 દિવસ પહેલા ત્રણ કરોડ ખંડણી  ઇમરાન છીપા નામના વ્યક્તિએ માંગી હતી. પોલીસે એફએસએલની  મદદ લઇ તપાસ હાથ ધરી છે.

વેરાવળના જબર  વિસ્તારમાં  રહેતા ફારૂકભાઈ મકલાઈ નામના એનઆરઆઈ વેપારીના ઘરે સોમવારે વહેલી સવારે 5 કલાકે ઇકબાલ છીપા નામના વ્યક્તિ એ ફાયરિંગ કરતા ખળભળાટ મચ્યો છે .

વેરાવળમાં NRIના ઘર પર ત્રણ કરોડની ખંડણી માટે ફાયરિંગ

ફારૂકભાઈના ઘરની બહાર પાર્ક કરાયેલા  હન્ક બાઈક પર ચઢી બારીમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં  આવ્યું છે. જો કે કોઈ જાનહાની થઈ નથી પરંતુ એનઆરઆઈ પરિવાર ભયભીત બન્યો છે.

મૂળ વેરાવળના અને હાલ દુબઇ માં બિઝનેશ કરતા એનઆરઆઈ વેપારી એવા ફારૂક ભાઈ મકલાય છેલા થોડા દિવસો થી માદરે વતન વેરાવળ આવ્યા છે જેઓને 8 દિવસ પહેલા રસ્તા વચ્ચે રોકાવી ઇકબાલ છીપા અને અન્ય બે સખ્શો એ પિસ્તોલ બતાવી ત્રણ કરોડ રૂપિયા ની ખંડણી માંગી હતી.

એનરી વેપારી ના ઘરે ફાયરિંગ થયા ની જાણ પોલીસ ને મળતા પોલીસ કાફલો જબર ચોક ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે એનઆરઆઈ વેપારી ની સુરક્ષાએ માટે બે પોલીસ કર્મી તેનાત કરી દીધા છે.

સુચવેલા સમાચાર