શાહરૂખ સામે FIR નોધો,ફરીદના મોત માટે શાહરૂખને જવાબદાર ગણાવ્યો

Jan 24, 2017 06:19 PM IST | Updated on: Jan 24, 2017 06:19 PM IST

વડોદરાઃવડોદરા રેલવે સ્ટેશન પર અગસ્ટ ક્રાંતિ ટ્રેનમાં રઈસ ફિલ્મના પ્રમોશન માટે આવેલા શાહરૂખ ખાનને જોવા માટે હજારોની સંખ્યામાં ચાહકો ઉમટી પડયા હતા.જેના કારણે પરિસ્થિતિ બગડતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

જેથી ભાગદોડ મચી જતા શહેરના સમાજવાદી પાર્ટીના પૂર્વ પ્રમુખ ફરીદ ખાન શેરાણીનું ગભરામણના કારણે મોત નિપજયું હતું.શાહરૂખ ખાનના ચાહકનું મોત નિપજતાં મોટો વિવાદ ઉભો થયો છે.વડોદરાના કોગ્રેસના કાર્યકર્તા અને જાગૃત નાગરીક પપ્પુ સોલંકીએ રેલવે એસપી શરદ સિંઘલને શાહરૂખ સામે કાયદેસરની કાર્યવાહી કરી એફઆઈઆર નોંધવા માટે ફરીયાદ આપી છે.

શાહરૂખ સામે FIR નોધો,ફરીદના મોત માટે શાહરૂખને જવાબદાર ગણાવ્યો

તેમજ ફરીદ ખાનની મોત માટે શાહરૂખ ખાનને જવાબદરા ઠેરવ્યો છે.રેલવે એસપી શરદ સિંઘલે તપાસ બાદ શાહરૂખ ખાન પર એફઆઈઆર નોંધવી કે નહી તે અંગેનો નિર્ણય લેવાનું કહ્યું હતું.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર