કોર્ટે આપ્યો ડોનાલ્ડ ટ્રંપને ઝટકો,શરણાર્થિયોને અમેરિકાથી બહાર નીકાળવાનું બંધ કરો

Jan 29, 2017 12:28 PM IST | Updated on: Jan 29, 2017 12:28 PM IST

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા સાત મુસ્લિમ બહુમતિ વાળા દેશો સામે વિવાદિત આદેશ કર્યો હતો અને 90દિવસ માટે અમેરિકાના વીઝા નહી આપવા તેમ જ શરણાર્થિઓ અંગેના કરેલા વિવાદીત ઓર્ડર પર સહી કરી હતી જેના પર અમેરિકન કોર્ટ દ્વારા રોક લગાવી દેવામાં આવી છે. આ આદેશમાં અધિકારીઓને ધરપકડ કરાયેલા શરણાર્થિઓ અને અન્ય વિઝા ધારકો પર નિર્વાસન કરવાની અસ્થાઇ રીતે રોક લગાવાઇ છે.

આ ઓર્ડર પ્રમાણે આ દેશોની રેફ્યૂઝીની એન્ટ્રી પર 4 મહિના માટે અને ટ્રાવેલર્સની એન્ટ્રી પર 90 દિવસ સુધી પ્રતિબંધ લગાવ્યો હતો.

કોર્ટે આપ્યો ડોનાલ્ડ ટ્રંપને ઝટકો,શરણાર્થિયોને અમેરિકાથી બહાર નીકાળવાનું બંધ કરો

ન્યુયોર્કમાં અમેરિકી જિલ્લા ન્યાયાધીશ એન ડોનલેએ આ આદેશ અમેરિકન સિવિલ લિબર્ટીજ યુનિયન દ્વારા દાખલ કરાયેલી અરજી પર આપ્યો છે. એસીએલયૂએ આ પીટીશન આવ્રજન પ્રતિબંધ લાગુ થતા જોન એફ કૈનડી અંતરરાષ્ટ્રીય હવાઇઅડ્ડા પર બે ઇરાકાઓની ધરપકડ કરાયાના કારણે દાખલ કરી હતી. વિવાદીત ટ્રંપના ઓર્ડરનો દેશમાં વિરોધ થઇ રહ્યો છે.

પુર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં દ્વારા નિયુક્ત જજ ડોનલે આદેશ કર્યો છે કે સરકાર એ લોકોને નહી નીકાળી શકે જેમણે શરણ સંબંધી આવેદનો અમેરિકી શરણાર્થી પ્રવેશ કાર્યક્રમ સંબંધી અમેરિકી નાગરિકતા અને આવ્રજન સેવા તરફથી મંજૂર કરાયા છે. જેની પાસે વૈધ પ્રવાસી અને ગેર પ્રવાસી વીઝા છે. તે ઇરાક,સીરિયા, ઇરાન, સુડાન, લીબિયા, સોમાલિયા અને યમનના લોકોને પણ નહી નીકાળી શકે. જે અમેરિકામાં પ્રવેશ માટે વૈદ્ય રીતે અધિકૃત છે.

સુચવેલા સમાચાર