Exclusive: ભારતમાં ચાલતા બોગસ પાસપોર્ટ કૌભાંડનો પર્દાફાશ

Apr 11, 2017 09:59 AM IST | Updated on: Apr 11, 2017 11:06 AM IST

નવી દિલ્હી #દુનિયાભરમાં એવા ઘણા લોકો ફરી રહ્યા છે કે જેઓ દસ્તાવેજના આધારે તો ભારતીય છે પરંતુ વાસ્તવમાં નથી. આ એવા લોકો છે કે જેમની પાસે બોગસ પાસપોર્ટ છે. ન્યૂઝ18 ઇન્ડિયાએ એવા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે કે જેમની પાસે નકલી પાસપોર્ટ છે.

વિશ્વમાં ફેલાયેલા આ કૌભાંડમાં દેશની રાજધાની દિલ્હી સૌથી મોટું એપી સેન્ટર માનવામાં આવી રહ્યું છે. ન્યૂઝ18 ઇન્ડિયા પાસે આવા પાંચ પાસપોર્ટ હાથ લાગ્યા છે અને બધામાં એક જ સરનામું છે. પાસપોર્ટના હિસાબે આ તમામ દિલ્હીના તિલકનગરના રહેવાસી છે. પરંતુ તિલકનગરના એ મકાનની તપાસ કરતાં જણાયું કે આવા કોઇ શખ્સો અહીં રહેતા જ નથી.

Exclusive: ભારતમાં ચાલતા બોગસ પાસપોર્ટ કૌભાંડનો પર્દાફાશ

દિલ્હીના પોશ ગણાતા ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં પણ આવા બોગસ પાસપોર્ટ સામે આવ્યા છે. જેમાં નામ અને સરમામું બંને બોગસ છે. પાંચ લોકોના પાસપોર્ટ આવા છે. જેમાં જે વિગતો છે એ તમામ ખોટી છે. કંઇક એવી જ હકીકત દિલ્હીના લક્ષ્મીનગર, નેતાજીનગર, મહરૌલી અને સાકેત જેવા વિસ્તારોમાંથી પણ સામે આવી છે.

ન્યૂઝ 18 ઇન્ડિયાની સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમને જાણવા મળ્યું કે રાયપુરથી અંદાજે 120 કિલોમીટર દુર છત્તીસગઢના બાલોદ જિલ્લામાં પણ બોગસ પાસપોર્ટનું મોટું રેકેટ સામે આવ્યું છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર