Exclusive:કશ્મીરી યુવાનોએ કબુલ્યુ, પત્થરમારા માટે હુર્રિયતે કર્યા મજબૂર

May 28, 2017 08:48 AM IST | Updated on: May 28, 2017 08:48 AM IST

જમ્મુ-કશ્મીરમાં સેનાના જવાનો પર પત્થરમારો કરનાર પત્થરબાજે ન્યુઝ18 ઇન્ડિયાને એક્સક્લૂસિવ તપાસ કરી છે. જેમાં ચોકાવનારા ખુલાસા થયા છે. ન્યુઝ18 ઇન્ડિયાના સંવાદદાતા સાથે કેટલાક પત્થરબાજોએ ખુલીને વાત કરી અને પત્થર ફેકવાનું કારણ બતાવ્યું હતું. જેને સાંભળીને તમે પણ હેરાન રહી જશો. કેમેરા પર પહેલીવાર આ પત્થરબાજોએ કબુલ્યુ કે કેવી રીતે તેમની ગરીબીનો ફાયદો ઉપાડી હુર્રિયત નેતા તેમને પત્થર ફેકવા માટે મજબુર કરે છે.

પત્થરબાજ સાથે ન્યુઝ18 ઇન્ડિયાની આખી વાતચીત

Exclusive:કશ્મીરી યુવાનોએ કબુલ્યુ, પત્થરમારા માટે હુર્રિયતે કર્યા મજબૂર

ન્યુઝ18 ઇન્ડિયાઃ તમારુ નામ શું છે?

પત્થબાજઃ ફેસલ,હું પત્થર ફેકુ છું

ન્યુઝ18 ઇન્ડિયાઃ ક્યારથી?

પત્થરબાજઃ મે આવું એક જ વાર કર્યુ છે, હવે સમજ્યો કે આ ખોટુ છે

પત્થરબાજઃ અમીર ઘરના બાળકો ભણે છે અને ગરીબ પત્થર ફેકે છે

પત્થબાજઃહુર્રિયત નેતાઓના બાળકો વિદેશમાં ભણે છે અને તે અમારી જિંદગી બર્બાદ કરે છે.

ન્યુઝ18 ઇન્ડિયાઃ તમને પત્થરો ફેકવાનું કોન કહે છે?

પત્થરબાજઃ હુર્રિયર નેતા અમને પત્થર ફેકવા માટે કહે છે.

ન્યુઝ18 ઇન્ડિયાઃ તે તમને લોકોને શું કહે છે?

પત્થરબાજઃ જેમ કે કાલે હડતાળ છે.

ન્યુઝ18 ઇન્ડિયાઃ તમને કેવી રીતે ખબર પડે કે ક્યારે જવાનું છે?

પત્થરબાજઃ તેના માટે એક કેલેન્ડર હતું.

ન્યુઝ18 ઇન્ડિયાઃ પત્થરફેક્યા પહેલા માતા-પિતાને પુછ્યુ છે?

પત્થબાજઃ નહી, આ પહેલીવાર છે, હું બીજા છોકરાઓ સાથે જઇ પત્થરબાજી કરી હતી.

ન્યુઝ18 ઇન્ડિયાઃ તને એવું કોને કહ્યુ કે હુર્રિયત નેતાઓના બાળકો ભણી રહ્યા છે?

પત્થરબાજઃ અમને એ મહેસુસ થયુ કે ગરીબ જેલની અંદર છે જ્યારે અમીર આઝાદ છે.

Shahid_PatharBaaj_NW18_270517

ન્યુઝ18 ઇન્ડિયા સાથેની વાતચીતમાં શાહીદ નામના અન્ય એક યુવકે પણ પોતાની કહાની સંભળાવી કે હુર્રિયતે તેને પત્થરબાજીની જાળમાં ફસાવ્યો છે.

Mujammil_PatharBaaj_NW18_270517

આજ દુખ એક અન્ય યુવક મુજમ્મિલું છે. જેણે દાવો કર્યો કે તેની ગરીબીને કારણે પત્થરબાજીનો રસ્તો અપનાવ્યો છે જેથી કેટલાક રૂપિયા મળી શકે છે. પરંતુ હવે તે આ નર્કથી નીકળી ભણવા માગે છે.

સુચવેલા સમાચાર