EXCLUSIVE: માઓવાદીઓએ સુકમા હુમલો ગણાવ્યો યોગ્ય,કહ્યુ બદલો લીધો છે

Apr 28, 2017 10:29 AM IST | Updated on: Apr 28, 2017 10:30 AM IST

છત્તીસગઢના સુકમા જિલ્લાના બુર્કાપાલમાં 24 એપ્રીલે સીઆરપીએફ જવાનો પર કરાયેલા હુમલાને માઓવાદીઓએ યોગ્ય હોવાનો કહેતી એક ઓડિયો ક્લીપ જાહેર કરી છે.

મનાઇ રહ્યુ છે કે આ ઓડિયો ક્લિપ માઓવાદીઓના રાજનીતીક સંગઠન સીપાઆઇ(એમ)ની દંડકારણ્ય સ્પેશ્યલ જોનલ કમિટીએ જાહેર કરી છે. ઓડિયોમાં કહેવાયું છે કે તેમણે સરકાર, તેની ફાસીવાદી તાકાદ અને ઓપરેશન ગ્રીન હંટનો જવાબ આપવા માટે 11 માર્ચ અને 24 એપ્રિલના સીઆરપીએફ જવાનો પર હુમલો કર્યો છે.

EXCLUSIVE: માઓવાદીઓએ સુકમા હુમલો ગણાવ્યો યોગ્ય,કહ્યુ બદલો લીધો છે

ગુરુવારે જાહેર કરાયેલા 16 મિનિટ 42 સેકંટની આ ઓડિયો ક્લીપમાં પ્રતિબંધિત સીપીઆઇના પ્રવક્તા વિકલ્પએ કહ્યુ કે તેમની સીઆરપીએફથી કોઇ દુશ્મની નથી. જવાનોની હત્યા એટલા માટે કરાઇ કેમ કે તે સરકારી મશીનરીનો એક ભાગ છે. અને તે તેમની ક્રાંતીના રસ્તામાં અડચણરૂપ બને છે. પ્રવક્તાએ પીએલજીએના કમાડર, પાર્ટી કેડર અને આ હુમલામાં મદદ કરવાવાળાઓના પણ વખાણ કર્યા છે.

સરકારથી લીધો બદલો

વિકલ્પએ દાવો કર્યો છે કે વર્ષ 2016માં સરકારએ તેમની કેડર સામે બર્બર હુમલો કર્યો હતો. જેમાં 9 માઓવાદી,ગામવાળા અને ઓડિસામાં 21 લોકોની હત્યા કરી હતી. સીઆરપીએફ પર કરાયેલ હુમલો આ હત્યાઓ અને આદિવાસી મહિલાઓ સાથે કરાયેલ યૌન હિંસાના બદલા રૂપે જોવું જોઇએ.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર