'અમેરિકાએ અફઘાનિસ્તાનને હથિયાર ટેસ્ટિંગનું મેદાન બનાવી દીધું'

Apr 14, 2017 11:37 AM IST | Updated on: Apr 14, 2017 11:37 AM IST

નવી દિલ્હી #અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઇએ અમેરિકી કાર્યવાહી વિરૂધ્ધ અવાજ ઉઠાવ્યો છે. એમણે ટ્વિટ કરીને કહ્યું કે, અમેરિકી સેના દ્વારા અફઘાનિસ્તાનમાં સૌથી મોટો બિન પરમાણું બોમ્બ ફેંકવાની ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢું છું.

'અમેરિકાએ અફઘાનિસ્તાનને હથિયાર ટેસ્ટિંગનું મેદાન બનાવી દીધું'

અમેરિકાએ જે કર્યું છે એ આતંકવાદ વિરૂધ્ધ લડાઇ નથી, આ અમાનવીય અને ખતરનાક છે. આપણા દેશનો ઉપયોગ નવા અને ખતરનાક હથિયારોના ટેસ્ટિંગ ગ્રાઉન્ડ તરીકે કરવામાં આવી રહ્યો છે.

કરજઇએ આગળ લખ્યું કે, અમેરિકાની હરકતો વિરૂધ્ધ અફઘાનિસ્તાને ઉભા થવું પડશે અને એને રોકવું પડશે.

અહીં નોંધનિય છે કે, અમેરિકી સેનાએ અફઘાનિસ્તાન પર સૌથી મોટો બિન પરમાણું બોમ્બ ફેંકી આતંકી સંગઠન આઇએસઆઇએસ વિરૂધ્ધ મોટી કાર્યવાહી કરી છે. મધર ઓફ ઓલ બોમ્બ કહેવાતા આ શક્તિશાળી બોમ્બને સાંજે 7 કલાકે અફઘાનિસ્તાનમાં નાનગરહારના અચિન જિલ્લામાં આવેલ ઇસ્લામિક સ્ટેટના ખોરાસુન જુથની સુરંગોને નિશાન બનાવાઇ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર