એટામાં ગમખ્વાર અકસ્માત, ટ્રક સ્કૂલ બસ વચ્ચે અકસ્માત, 15 બાળકોના મોત

Jan 19, 2017 10:44 AM IST | Updated on: Jan 19, 2017 10:44 AM IST

લખનૌ #ઉત્તરપ્રદેશના એટામાં ગુરૂવારે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. ટ્રક અને સ્કૂલ બસ વચ્ચેના આ ગમખ્વાર અકસ્માતમાં 15 બાળકોના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. જ્યારે 30થી વધુ બાળકોને ઇજાઓ થતાં એમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

હ્રદયદ્રાવક આ અકસ્માત અલીગંજના અસદપુર ગામ નજીક સર્જાયો હતો. જેએસ પબ્લિક સ્કૂલ બસને સામેથી આવી રહેલ ટ્રક સાથે ટક્કર થઇ હતી. આ અકસ્માત એટલો બધો જોરદાર હતો કે બસનું પડખું આખું ચીરાઇ ગયું હતું. આ અકસ્માત ગાઢ ધુમ્મસને કારણે સર્જાયો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

એટામાં ગમખ્વાર અકસ્માત, ટ્રક સ્કૂલ બસ વચ્ચે અકસ્માત, 15 બાળકોના મોત

જાણકારી મળતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા છે. જેમાં ઘણા બાળકોની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાઇ રહ્યું છે. જે જોતાં મોતનો આંકડો વધવાની શક્યતા છે. ગંભીર રીતે ઘાયલ બાળકોને અલીગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જ્યારે મૃતક બાળકોના પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. કહેવાઇ રહ્યું છે હાડ થીજાવતી ઠંડીને કારણે સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. આમ છતાં સ્કૂલ ચાલુ રાખવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર