કેન્દ્રીય પ્રધાન અનિલ માધવ દવેનું નિધન,પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ

May 18, 2017 11:34 AM IST | Updated on: May 18, 2017 11:34 AM IST

કેન્દ્રીય પ્રધાન અનિલ માધવ દવેનું નિધન થયું છે. તેઓ મધ્યપ્રદેશના ઉજ્જૈનના રહેવાસી હતા.61 વર્ષની વયે અનિલ દવે હ્રદયરોગનો હુમલો આવતા અવસાન થયું છે.અનિલ દવે વન અને પર્યાવરણ રાજ્યપ્રધાન હતા.મધ્યપ્રદેશથી રાજ્યસભા સાંસદ હતા. અનિલ દવેના નિધન પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે.

પીએમ મોદીએ ટ્વિટ કરતા લખ્યુ કે હું કાલે સાંજે જ અનિલ દવેજીને મળ્યો હતો. તેમની સાથે નિતિગત મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. તેમનું અવસાન મારી અંગત ક્ષતિ છે. તેમને લોકો જુજારુ લોક સેવક તરીકે હંમેશા યાદ રાખશે.

કેન્દ્રીય પ્રધાન અનિલ માધવ દવેનું નિધન,પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ

દવેનો જન્મ 6 જુલાઇ 1965માં ઉજ્જૈનના ભદનગરમાં થયો હતો. ઇન્દોરના ગુજરાતી કોલેજમાં એમ કોમ કરનારા અનિલ શરુઆતથી જ આરએસએસથી જોડાયેલા હતા. અને નર્મદા નદી બચાવો અભિયાનમાં કામ કરતા હતા. તેઓ રાજ્યસભામાં વર્ષ 2009માં મધ્ય પ્રદેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. ગ્લોબલ વોર્મિગ પર સંસદીય સમિતિના તેઓ સદસ્ય રહી ચુક્યા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર