વિશ્વ પર્યાવરણ દિવસઃઅમદાવાદનું ગ્રીન કવર 15માંથી 4.66 ટકા થઇ ગયું

Jun 05, 2017 02:37 PM IST | Updated on: Jun 05, 2017 02:37 PM IST

વિશ્વ પર્યાવરણ દિવસઃઅમદાવાદનું ગ્રીન કવર 15માંથી 4.66 ટકા થઇ ગયું

આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. વર્ષમાં એક વખત આપણે પર્યાવરણને ઉજવીએ છીએ અને એ સિવાયના દિવસોમાં આપણે પર્યાવરણને કોરાણે મૂકી દઇએ છીએ. અમદાવાદ જેવા ગુજરાતના મોખરાના શહેરમાં ગ્રીન કવર 15 ટકામાંથી ઘટીને માત્ર 4.66 ટકા રહી ગયું છે.

અમદાવાદ શહેર દિવસે ને દિવસે પ્રગતિ કરી રહ્યું છે પણ દિવસે ને દિવસે પર્યાવરણનું નિકંદન નીકળી રહ્યું છે. અમદાવાદમાં દર 100 વ્યક્તિએ માત્ર 11 વૃક્ષ રહ્યા છે. વૃક્ષો દ્વારા જળવાતું શહેરનું લીલું આવરણ એટલે કે ગ્રીન કવર જે 15 ટકામાંથી ઘટીને માત્ર 4.66 ટકા રહ્યું છે. શહેરમાં 44 ડીગ્રી તાપમાન અગાઉ પણ રહેતું હતું, પણ વૃક્ષોની સંખ્યા વધુ હોવાથી ગરમી ઓછી અનુભવાતી હતી. હવે એવું નથી.

અમદાવાદમાં જે વૃક્ષો છે એના થડને પણ ડામર - કોન્ક્રીટથી ટૂંપી દેવામાં આવ્યા છે. જેને કોન્ક્રીટાઇઝેશન ઓફ ટ્રી કહે છે. જેને લીધે પાણી મૂળ સુધી પહોંચતું નથી અને મોટા મોટા વૃક્ષ સહેજ તીવ્ર પવન વાય એમાં જમીનદોસ્ત થઇ જાય છે. અમદાવાદમાં થોડા દિવસ પહેલાં પવન સાથે ચપટિક વરસાદ પડ્યો એમાં 100 કરતાં વધુ વૃક્ષ પડી ગયા તેનું કારણ કોન્ક્રીટાઇઝેશન ઓફ ટ્રી છે. ડામર અને કોંક્રીટથી વૃક્ષના થડ જડી દીધા છે. સ્વચ્છ ભારત મીશનના રાષ્ટ્રીય સલાહકાર અલમિત્રા પટેલે પણ આના વિશે ચિંતા પ્રગટ કરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર