અભિનેત્રી રીમા લાગૂનું હ્રદયરોગના હુમલાથી નિધન

May 18, 2017 11:19 AM IST | Updated on: May 18, 2017 11:19 AM IST

બોલિવૂડના જાણીતા અભિનેત્રી રીમા લાગૂનું આજે સવારે હ્રદયરોગના હુમલાના પગલે નિધન થયું છે.રીમા લાગૂ મહેશ ભટ્ટ ટીવી નામશોના નામકરણમાં કામ કરી રહી હતી.છેલ્લા એક મહિના પહેલાં મહેશ ભટ્ટ ટીવી સિરિયલમાં કામ કર્યું હતું.

હ્રદયરોગના હુમલાના પગલે રીમા લાગૂનું નિધન થયું છે. તેઓ 59 વર્ષના હતા. રીમા લાગૂએ રાત્રે 3.15 કલાકે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમશ્વાસ શ્વાસ લીધા હતા.બપોરે 2 કલાકે મુંબઈના ઓશીવરામાં અંતિમ સંસ્કાર કરાશે.

અભિનેત્રી રીમા લાગૂનું હ્રદયરોગના હુમલાથી નિધન

રીમા લાગૂએ 'આશિકી', 'મેને પ્યાર કીયા', 'વાસ્તવ', 'કૂછ કૂછ હોતા હૈ', 'હમ આપકે હૈ કૌન', 'હમ સાથ સાથ હૈ', 'સાજન' જેવી ઘણી ફિલ્મ્સમાં માતાનો રોલ નિભાવી ચૂક્યા છે.

1958માં રીમા લાગૂનો જન્મ થયો હતો.રીમા લાગૂએ અનેક બોલિવુડ ફિલ્મોમાં અભિનય કર્યો છે.ફિલ્મ 'હમ સાથ સાથ હૈ, 'હમ આપકે હૈ કોન'માં,ફિલ્મ 'કલ હો ના હો', 'કુછ કુછ હોતા હૈ'માં પણ ભૂમિકા ભજવી છે. ટીવી સિરિયલ્સમાં પણ રીમા લાગૂએ કામ કર્યું હતું.મરાઠી ફિલ્મોમાં પણ રીમા લાગૂનું મોટુ નામ હતું.ટીવી સિરિયલ 'નામકરણ'માં રીમા કામ કરી રહ્યા હતા.

સુચવેલા સમાચાર