"બાહુબલી" પહેલા પણ અમે હતા,"બાહુબલી" પછી પણ અમે છીએઃસલમાન ખાન

May 27, 2017 06:00 PM IST | Updated on: May 27, 2017 06:02 PM IST

હાલમાં જ સલમાન ખાને પોતાની ફિલ્મ "ટ્યુબલાઇટ"નું ટ્રેલર રીલીઝ કર્યું છે. આ દરમિયાન જ્યારે સલમાન ખાનને પુછાયું કે તમે બોક્સ ઓફિસ પર બાહુબલી2થી કમાણીમાં આગળ નીકળી શકશો? તો સલમાને આત્મ વિશ્વાસ સાથે જવાબ આપ્યો હતો.

સલમાને કહ્યુ બાહુબલી 1 પછી પણ અમે આવ્યા હતા બજરંગી ભાઇજાનમાં અને બાહુબલી 2 પછી પણ અમે આવી રહ્યા છીએ ટ્યુબલાઇટ ફિલ્મમાં.

આગળ સલમાને કહ્યુ હા બાહુબલી 2 મે તો નથી જોઇ પણ બહુ સારી ફિલ્મ છે. પણ તેનાથી કોઇ ફર્ક પડતો નથી.

સલમાનને પુછાયુ બાહુબલી 2ની સફળતા પછી તમે દબાણ મહેસુસ કરી રહ્યો છો તો તેણે કહ્યુ હું વધુ દબાણમાં નથી, પરંતુ હું જાણું છુ કે નિર્માતા દબાણમાં છે. દરેક ફિલ્મ પોતાની કિસ્મત હોય છે...અમારી ફિલ્મની પણ પોતાની કિસ્મત છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર