મસ્જિદના લાઉડ સ્પીકર સોનુ નિગમ નારાજ,કહ્યુ ધર્મની જબરદસ્તી

Apr 17, 2017 01:52 PM IST | Updated on: Apr 17, 2017 01:52 PM IST

સોનું નિગમએ ટ્વિટ કરી અઝાન પર સવાલ ઉઠાવ્યા છે.હું મુસ્લિમ નથી છતાં પણ મારે અઝાનના કારણે ઉઠવું પડે છે.ગુરુદ્વારા અને મંદિરમાં લાઉડ સ્પીકર નથી હોતા,મોહમ્મદે જ્યારે ઈસ્લામની રચના કરી તે સમયે વીજળી પણ નહોતી. દેશમાં બળજબરીની ધાર્મિકતાનો અંત ક્યારે આવશે ? તેમ ટ્વીટ કરી મસ્જિદ પર લાઉડ સ્પીકરથી સોનુંએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

સોનુ નિગમ બોલીવુડના જાણીતા સીંગર છે. જે પોતાના ટ્વીટને લઇ વિવાદમાં આવ્યા છે. સોનુએ 17 એપ્રીલે સવારે સાડા પાચ કલાકે ટ્વીટ કર્યુ જેમાં અજાનને લઇ થઇ રહેલા શોરને લઇ નારાજગી વ્યક્ત કરી છે.

મસ્જિદના લાઉડ સ્પીકર સોનુ નિગમ નારાજ,કહ્યુ ધર્મની જબરદસ્તી

સોનુએ કહ્યુ હું મુસ્લિમ નથી પરંતુ છતાં પણ રોજ સવારે 5 કલાકે અજાનના શોરથી ઉઠાવું પડે છે. સોનુએ ગુરુદ્વાર અને મંદિરોમાં પણ લાઉડ સ્પીકરના ઉપયોગ પર સવાલ ઉભા કર્યા છે.

સોનું નીગમએ ટ્વીટ કરી કહ્યુ હું મુસ્લીમ નથી. પરંતુ અજાન સાંભળઈ ઉઠવું પડે છે.આને તેણે ધર્મની જબરજસ્તી બતાવી છે. તેમણે કહ્યુ ધાર્મિક સંસ્થાઓએ એ લોકોના અધિકારનો ખ્યાલ રાખવો જોઇએ જે ધર્મમાં માનતા નથી.જો તે મુસ્લિમ નથી તો મસ્જિદની અઝાનના અવાજથી તેને કેમ રોજ ઉઠવું પડે છે. ક્યાં સુધી આપણે આ પ્રકારની ધાર્મિક રીતિઓને જબરદસ્તી પાળતા રહીશું.આ સિવાય સોનુએ લખ્યું કે, આ પ્રકારે વીજળીનો પ્રયોગ કરી લોકોની ઊંઘ ઉડાડતા મંદિર કે ગુરૂદ્વારાને પણ માનતો નથી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર